December 14, 2024
બિઝનેસ

સરકારની લાલ આંખ / મોંઘી દવાઓ લખતા ડોક્ટરો પર થશે કાર્યવાહી, સરકારે આપી ચેતવણી

No Expensive Medicine: હવે કેન્દ્ર સરકાર મોંઘીદાટ દવાઓ લખતા ડોક્ટરો સામે એક્શનમાં આવી છે. હાલમાં તમામ સરકારી અને ખાનગી ડોક્ટરોને માત્ર જેનરિક દવાઓ (generic drugs) લખવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ ચેતવણીની સાથે આ વોર્નિંગ પણ આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે દરેક દર્દી મોંઘી દવાઓ ખરીદવાની સ્થિતિમાં નથી હોતો. તેથી જ બધા ડોકટરો સસ્તી અને જેનરિક દવાઓ જ લખે છે. જેથી દર્દીની યોગ્ય સારવાર થઈ શકે. જો કોઇ ડોક્ટર મોંઘી દવાઓ લખી રહ્યાની ફરિયાદ આવશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

લાલચમાં આવી લખે છે મોંઘી દવાઓ

હકીકતમાં, દેશના તમામ દર્દીઓ મોંઘી દવાઓ ખરીદવાની સ્થિતિમાં નથી હોતો. ઘણી વખત દર્દી દવાઓની ઊંચી કિંમતને કારણે ખરીદી શકતો નથી. તેમજ તેની સારવાર અધવચ્ચે છૂટી જાય છે. એટલા માટે દેશના તમામ ડોકટરોને આદેશ આપવામાં આવે છે કે તેઓ કમિશન ખાતર કોઈના જીવ સાથે રમત ન રમે. અન્યથા કાયદેસર કાર્યવાહી માટે તૈયાર રહો. કારણ કે સરકારે હવે ડોક્ટરની મનમાની બાબતે સર્વેલન્સ વધાર્યું છે. કોઈપણ ડોક્ટર સામે ફરિયાદ કરવાથી સંબંધિત ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

ડોક્ટર ફક્ત જનરિક દવાઓ લખે 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોઈપણ ડોક્ટરે પ્રાથમિકતા પર જેનરિક દવાઓ લખવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે જેનેરિક દવાઓ સસ્તી છે. જે કોઈપણ દર્દી સરળતાથી ખરીદી શકે છે. આપને જણાવી દઈએ કે, જો કોઈ સરકારી ડોક્ટર બહારથી મોંઘી દવાઓ લખી આપે છે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશનની રમતમાં કોઈ પણ ડોક્ટરને દર્દીના જીવ સાથે રમવાનો અધિકાર નથી. તેના પાછળ સરકારનો હેતુ ગરીબ દર્દીઓના રૂપિયા બચાવવાનો છે. જ્યારે  જેનરિક દવાઓનો પ્રચાર પણ છે.

દરેક શહેરમાં ઉપલબ્ધ જન ઔષધિ કેન્દ્ર

આપને જણાવી દઈએ કે, જન ઔષધિ કેન્દ્ર દેશના દરેક શહેરમાં ઉપલબ્ધ છે. જ્યાં જરૂરિયાતમંદોને સરળતાથી સસ્તા અને સામાન્ય દવા મળી શકે છે. આવી સ્થિતિમાં સૌથી ગરીબ દર્દી પણ તેની સારવાર કરાવી શકે છે. રૂપિયાની ચિંતામાં તેને સારવાર પણ બંધ કરવી પડશે નહીં. સરકારે ખાસ કરીને ગરીબ દર્દીઓ માટે જન ઔષધિ કેન્દ્રો શરૂ કર્યા છે.

Related posts

India-US Trade: ચીનને પાછળ છોડ્યું… અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, થયો જોરદાર વેપાર

Ahmedabad Samay

સાવધાન / 30 જૂન સુધી આધારને પેન સાથે લિંક કરાવવું છે ફરજિયાત, નહીંતર ચૂકવવુ પડશે મોટું દંડ

admin

યુગાન્ડાના હાઇ લેવલ બિઝનેશ ડેલીગેશન  તા. ૨૪ મીથી ગુજરાતની મુલકાતે.

Ahmedabad Samay

હવે કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં OPS લાગુ, જાણો કેમ NPS સાથે મોદી સરકાર

Ahmedabad Samay

ખુશખબર / 7 ટકા પાર જઈ શકે છે વિકાસ દર, RBI ગવર્નરે કહી ખુશ કરનારી વાત

admin

રિટેલ કંપની Dunzo માં કર્મચારીઓને સમયસર નથી મળતો પગાર, સામે આવી આ મોટી વાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો