આજે માર્કેટ ગ્રીન લાઈન પર ખૂલતાની સાથે જ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સવારથી જ ટ્રેડિંગ માર્કેટમાં થોડો વધારો જોવા મળતા તેમાં પણ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ, બીએલ કશ્યપ એન્ડ સન્સ લિમિટેડ, ટોરેન્ટ પાવર લિમિટેડના શેરમાં તેજીના સંકેત દેખાયા હતા. આગામી દિવસોમાં આ શેરોમાં વધારો થવાના સંકેતો છે.
સવારે 11.30 વાગ્યે, બેરોમીટર ઇન્ડેક્સ S&P BSE સેન્સેક્સમાં 95.56 પોઈન્ટ અથવા 0.15% નો વધારો જોવા મળ્યો અને 62,888.44 પર પહોંચ્યો. તે જ સમયે, નિફ્ટી 50 52.55 પોઈન્ટ અને 0.28% વધીને 18,651.55 પર પહોંચ્યો હતો.
આ કારણે જોવા મળી તેજી
BL કશ્યપ એન્ડ સન્સ લિમિટેડ કંપનીએ તાજેતરના એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેમને નજુરી પુણે નોલેજ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 147 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરમાં સિવિલ અને સ્ટ્રક્ચરલ વર્કનો મોટો ઓર્ડર મળ્યો છે. આ સમાચાર આવ્યા બાદ કંપનીના શેરમાં જોરદાર તેજી આવી છે.
ટોરેન્ટ પાવર લિમિટેડે ગઈકાલે બજાર બંધ થયા બાદ કંપનીએ આ જાહેરાત કરી હતી. કંપનીએ મહારાષ્ટ્રમાં 5,700 મેગાવોટની કુલ ક્ષમતા સાથે ત્રણ પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પ્રોજેક્ટના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. બાંધકામના સમયગાળા દરમિયાન 27,000 કરોડ અને લગભગ 13,500 લોકોને રોજગાર મળશે. જેથી તેજી જોવા મળી છે.
લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડે એક્સચેન્જ ફાઇલિંગમાં ખુલાસો કર્યો હતો કે કંપનીના બિલ્ડીંગ્સ એન્ડ ફેક્ટરીઝ (બી એન્ડ એફ) ડિવિઝનને ભારતમાં રૂ. 1,000 કરોડથી રૂ. 2,500 કરોડ સુધીના EPC ઓર્ડર મળ્યા હતા. આ સમાચાર આવ્યા બાદ કંપનીના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. કંપનીને મુંબઈમાં બે કોમર્શિયલ ટાવર બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ સમાચાર બાદ શેરમાં તેજી જોવા મળી છે.