January 20, 2025
બિઝનેસ

ITR:આવકવેરા વિભાગની નોટિસનો જવાબ નહીં આપો તો વધશે મુશ્કેલી, આવકવેરા ભરનારાઓ માટે માર્ગદર્શિકા જારી

આવકવેરા વિભાગે ‘સ્ક્રુટિની’ માટે લેવાના કેસ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ ન આપનારા આવા કરદાતાઓના કેસની ફરજિયાત પણે તપાસ કરવામાં આવશે. તે જ સમયે, આવકવેરા વિભાગ એવા કેસોની પણ તપાસ કરશે, જ્યાં કોઈપણ કાયદા અમલીકરણ એજન્સી અથવા નિયમનકારી સત્તા દ્વારા કરચોરી સંબંધિત ચોક્કસ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હોય.

નોંધપાત્ર વાત એ છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નિર્દેશો પર, આવકવેરા વિભાગે આ મહિનાની 16 તારીખથી દેશભરમાં કરચોરી, GSTની ચોરી, નકલી GST નોંધણી જેવા મામલાઓને રોકવા માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી હતી. CBDTએ આવકવેરા ભરનારાઓ એવા લોકોને નોટિસ મોકલી હતી, જેમના દસ્તાવેજો ડ્રાઇવ દરમિયાન શંકાસ્પદ જણાયા હતા. તે જ સમયે, વ્યક્તિગત કરદાતાઓને પણ નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ જે લોકોએ અત્યાર સુધી જવાબ આપ્યો નથી, તેમના કેસોની હવે ફરજિયાતપણે તપાસ કરવામાં આવશે.

આ છે નવી માર્ગદર્શિકા 

નવી માર્ગદર્શિકા મુજબ, કર અધિકારીઓએ આવકવેરા કાયદાની કલમ 143(2) હેઠળ કરદાતાઓને 30 જૂન સુધીમાં આવકમાં વિસંગતતા અંગે નોટિસ મોકલવી પડશે. આ પછી, આવકવેરાદાતાઓએ આ સંબંધમાં સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. નવી માર્ગદર્શિકા સ્પષ્ટપણે જણાવે છે કે જ્યાં કાયદાની કલમ 142(1) હેઠળ નોટિસના જવાબમાં કોઈ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું નથી, તો આવા કેસને નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર (NAFAC)ને મોકલવામાં આવશે, જે આગળ પગલાં લેશે.

તમને જણાવી દઈએ કે, આવકવેરા અધિનિયમની કલમ 142(1) આવકવેરા અધિકારીઓને નોટિસ જારી કરવાની અને રિટર્ન ફાઈલ કરવાની સ્થિતિમાં સ્પષ્ટતા અથવા માહિતી મેળવવાની સત્તા આપે છે. એવા કિસ્સામાં જ્યાં રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી, તેમને નિયત રીતે જરૂરી માહિતી આપવાનું કહેવામાં આવે છે. આવકવેરા વિભાગ એવા કેસોની સંકલિત યાદી બહાર પાડે છે, જેમાં કરદાતાઓ સક્ષમ અધિકારી દ્વારા છૂટ રદ કરવા અથવા પાછી ખેંચી લેવા છતાં કરતાદાઓ મુક્તિ અથવા કપાતનો દાવો કરે છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટની કલમ 143(2) હેઠળ નોટિસ એનએએફએસી દ્વારા આવકવેરા ભરનારાઓને આપવામાં આવશે.

Related posts

શેરબજારમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો, સેન્સેક્સ 270 પોઈન્ટ ઘટીને 65,500ની નજીક, ગેમિંગ શેરોમાં ઘટાડો

Ahmedabad Samay

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે 46 ટકા DA, સરકાર ક્યારે આપશે મોટી ભેટ?

Ahmedabad Samay

Investment Tips / અમીર લોકોની હોય છે આ આદતો, ત્યારે જ બનાવી શકે છે મોટા પ્રમાણમાં રૂપિયા

Ahmedabad Samay

સાથીકર્મીઓને જેલમાં મોકલવાને બદલે ભારતીય કાયદાઓનું પાલન કરીશું: BBCની મોદી ડોક્યુમેન્ટરી પર બોલ્યા એલન મસ્ક

Ahmedabad Samay

ભારતીય બેંકો સામે બેડ લોન વધવાનું જોખમ, રિટેલ અને MSME સેગમેન્ટ બની શકે છે કારણ: SBI અધિકારી

Ahmedabad Samay

બચત ખાતા પર દરરોજ મળે છે વ્યાજ, રૂપિયા ઓછા-વધારે થવા પર કેવી રીતે થાય છે વ્યાજની ગણતરી? સમજો કેલ્ક્યુલેશનની રીત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો