અમરેલી-સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદન અને ભારે પવન ફૂંકાવાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. તંત્રએ દરિયાઇ વિસ્તારોને લઇ માછીમારોને સતર્ક રહેવા માટે ફાયર વિભાગ દ્વારા એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા જાફરાબાદના માછીમારોને દરિયામાંથી પરત બંદર પર બોલાવામાં પણ આવ્યા છે. જેમા 700 જેટલી બોટ સાથે માછીમારો આગમચેતીના ભાગ રૂપે જાફરાબાદ પહોંચ્યા છે. આવતા દિવસોમાં માછીમારોની દરિયો ખેડવાની સિઝન પૂર્ણ થાય તે પહેલા અગાવ માછીમારોને તંત્ર દ્વારા સૂચનાઓ આપીને વતન પરત બોલાવામાં આવ્યા છે.
શું છે હવામાન વિભાગની આગાહી?
વરસાદ અને ભારે પવન ફૂકાવાને લઇને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતાઓ સેવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો આ સાથે સૌરાષ્ટ્રમાં જેમ કે, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેસન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.