અમદાવાદમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદ ફરી એકવાર પ્રી મોન્સુન કામગિરીની પોલ ખોલી દીધી છે. કેમ કે, ગઈકાલે એક બાઈક રાણીપ વિસ્તારના ખાડામાં પડી ગયું હતું. રાણીપ વિસ્તારમાં ગાયત્રી વિદ્યાલયના ગેટપાસે ભૂવો પડી ગયો હતો. જેના કારણે બાઈક ચાલક ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. બાઈકચાલકને ભૂવામાં પડી જવાથી ઈજા પહોંચી હતી. જો કે, સ્થાનિકોની મદદથી અંદર પડેલા બાઈક ચાલક અને બાઈકને બહાર કાઢવામાં આવ્યું હતું.
આ પહેલા અહીં નાનો ખાડો હતો જેમાં હવે મોટો ખાડો થઈ જતા હજૂ સુધી તેનું સમારકામ કમોસમી વરસાદ જેવી સ્થિતિમાં ના થવાના કારણે આ સ્થિતિ નિર્માણ થઈ છે. અગાઉ કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓની પ્રી મોન્સુન કામગિરીને લઈને બેઠક મળી હતી ત્યારે આ સ્થિતિ વચ્ચે અત્યારથી જ લોકોના જીવ જોખમાય તે રીતે ભૂવાઓ પડી રહ્યા છે પરંતુ ભૂવાઓ થઈ ગયા બાદ ઝડપી તેને પુરવામાં નથી આવતા જેના કારણે આ સ્થિતિ નિર્માણ થઈ રહી છે.
શુક્રવારે રાત્રે પણ સામાન્ય વરસાદી ઝાપટા બાદ અમદાવાદ ફતેવાડી વિસ્તારમાં રોડ પર ઉભી રહેલી કાર ભૂવામાં પડી ગઈ હતી. પાર્ક કરેલી કાર અંદર આખી ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. ચોમાસા પહેલા જ આ સ્થિતિ જોવા મળતા તંત્રની પ્રિ મોન્સુનની કામગિરીની પોલ ખૂલી ગઈ છે.