March 25, 2025
ગુજરાત

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

સારદાબેન હોસ્પિટલમાં ભોજનની અંદર ગરોળી નિકળવા મામલે તપાસ તેજ કરવામાં આવી છે. આ મામલે સીસીટીવી ફૂટેજ થકી તપાસ કરવામાં આવશે. ક્યાં અને કેવી રીતે બેદરકારી રહી ગઈ તે બાબતે તપાસ  કરવામાં આવશે.

સર્જિકલ વિભાગની અંદર સારવાર લઈ રહેલા દર્દીને ભોજન અપાયું હતું. ત્યારે આ ભોજનમાં મરેલી ગરોળી મળી આવી હતી ત્યારે આ મામલો ગરમાયો હતો. આ પ્રકારે ભોજનમાં ગરોળી આવતા જ લોકોની હેલ્થ સાથે ચેડા થાય છે.

પેશન્ટ્સની દરેક પ્રકારની દરકરાર નાદુરસ્ત સમયે રાખી દર્દી દ્વારા મંગાવવામાં આવતું યોગ્ય ફૂડ મળી રહે તેવી જવાબદારી હોસ્પિટલ તંત્રની હોય છે. ત્યારે ભોજનમાં જ આ પ્રકારે મરેલી ગરોળી નિકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ત્યારે અગાઉ થોડા દિવસ પહેલા બનેલી ઘટનાની તપાસ પણ ધીમી ગતિએ થઈ રહી છે. તેવામાં હવે કોર્પોરેશને આ તપાસ તેજ કરી છે. જે માટે સીસીટીવી ભોજનમાં મરેલી ગરોળી કેવી રીતે આવી તે મામલે મંગાવવામાં આવ્યા છે. ખાસ કરીને કોર્પોરેશન દ્વારા આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે અને જલદીથી જ રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

આજથી પાંચ મોટા ફેરફાર,આમ જનતાના જીવન પર કરશે અસર

Ahmedabad Samay

લોકડાઉન નહિ, હાઇકોર્ટના નિર્દેશ બાદ લેવાયા મહત્વના નિર્ણય લેવાય

Ahmedabad Samay

૧૦મી નવેમ્‍બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો