અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામ બાદ સન્માનનો કાર્યક્રમ તેજસ્વી તારલા માટે યોજવામાં આવે છે પરંતુ કોર્પોરેશન સન્માનનો કાર્યક્રમ આ વખતે ભૂલ્યું હતું જેના કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા હતા.
તાજેતરમાં જ ધોરણ 10નું પરિણામ પણ જાહેર થયુંમ હતું તેમાં સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ બાદ એકત્ર થયેલા વિદ્યાર્થિઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો.
ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરિણામ આવ્યા બાદ ટાગોર હોલ ખાતે પહોંચ્યા હતા. ટોપર્સ વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે. જેઓ તેમની સફલ કારકિર્દી બદલ અનુભવો શેર કરતા હોય છે ત્યારે આ વખતે વિદ્યાર્થીઓ ટાગોર હોલ પહોંચ્યા બાદ પરત ફર્યા હતા. જ્યાં સન્માન કાર્યક્રમ એએમસી તરફથી યોજવામાં આવે છે મેયર પણ હાજર રહે છે પરંતુ આ વખતે કોર્પોરેશન સન્માનનો કાર્યક્રમ રાખ્યો નહોતો.
ધોરણ 12નું 73.27 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સારા રીઝલ્ટ બાદ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વોટસએપ નંબર અને એસએમેસના માધ્યમથી પરિણામ વિદ્યાર્થીઓ જાણી શકે છે. આ સિવાય સાંજ સુધી વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ પણ મળી રહેશે. 100 ટકા પરિણામ ધરાવતી 311 શાળાઓ છે. જેમાં અમદાવાદમાંથી પણ મોટી સંખ્યામાં એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ હતા.