નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.
અમદાવાદના નવા નરોડા વિસ્તાર એટલે પ્રગતિનો વિસ્તાર છે જ્યાં જોવો ત્યાં કોમ્પ્લેક્ષ અને બિલ્ડીંગો બની રહી છે પરંતુ આ જ્યાં ત્યાં બાંધકામ ચાલતું હોવાને કારણે ઘણી સમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે.
આવી જ એક સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. વિઠ્ઠલ પ્લાઝા માર્ગ પર હાલ “ઓમેનિયમ સ્કેવર” નામની સાઈડ ઉલર કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું છે જેના કામના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોવાના કારણે અવર જવરના મુખ્ય માર્ગ પર માટીનું ઢાળ બની જતા વરસાદી પાણી લાંબા સમય માટે ભરાઇ રહેછે જેને કારણે એક તરફનો માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઇ જાય છે આ માર્ગ પરથી મહાદેવ રેસિડેન્સી, કેસર ઓરચિત, શ્રી રામ વંદ, દિવ્યજીવન સીટી અને સપંદન બંગલો આવેલ છે આ તમામ ફ્લેટ ના રહીશોને ગણીઓ તો અંદાજે હજારના આસપાસ લોકો અવર જવર કરેછે અને પાણી ભરાઇ જવાના કારણે ભારે મુશ્કેલીઓ લોકોને વેઠવી પડતી હોય છે.
વધુમાં સાંજના સુમારે અહીં શાક માર્કેટ ભરાતું હોવાને કારણે રોડ વધુ સાંકળો બની જાય છે નોકરી થી પરતફરતી વેળાએ લોકોને ભારે મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે.
જેનું કન્સ્ટ્રકશન ચાલે છે તે તો ધ્યાન નથી જ આપતું પણ કોર્પોરેશન ના સરકારી બાબુઓ પણ આંખ આડા કાન કરી બેઠા છે અને માસુમ પ્રજાને તેનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદમાં નરોડા વિસ્તારમાં અનેક સ્થાને પાણી ભરવાની સમાયાઓ જોવા મળે છે અમુક જગ્યાએ તો તળાવ જેવા દ્રશ્યો દેખાય છે.
2 ટિપ્પણીઓ
Very nice work VISHAL Bhai
Thank you so much