ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં ધોનીની લોકપ્રિયતા તેની ટોચ પર છે. એવી અટકળો હતી કે ધોની આ સિઝન પછી IPLને અલવિદા કહી દેશે. પરંતુ પાંચમી વખત ટાઈટલ જીત્યા બાદ ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે આઈપીએલને અલવિદા કહેવાનો તેનો કોઈ ઈરાદો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે ધોનીએ આગામી સિઝન રમવા માટે મોટું પગલું ભરવાની તૈયારી કરી લીધી છે.
વાસ્તવમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં ધોનીને ઘૂંટણના દુખાવાનો સામનો કરવો પડ્યો હતો. લગભગ તમામ મેચ દરમિયાન ધોની ઘૂંટણના દુખાવા સાથે રમતા જોવા મળ્યો હતો. જોકે, ધોની આગામી સિઝન પહેલા આ દર્દમાંથી મુક્તિ મેળવવા માંગે છે. આ માટે ધોની સર્જરીનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
CSKના CEO કાશી વિશ્વનાથે જણાવ્યું છે કે ધોની સંપૂર્ણ રીતે ફિટ થવા માટે સર્જરીનો વિકલ્પ પસંદ કરશે. કાશી વિશ્વનાથે કહ્યું, “ધોની ડૉક્ટરને મળવા ગયો હતો. ધોનીએ સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો છે. ધોની આગામી સિઝનમાં સંપૂર્ણ રીતે ફિટ થવા માટે સર્જરી કરાવશે.
ધોનીના ઘૂંટણમાં સતત સમસ્યા રહે છે
ધોનીને ડાબા ઘૂંટણમાં સતત દુખાવો રહે છે. આ જ કારણ હતું કે ધોની આ સિઝનમાં નંબર 8 પર બેટિંગ કરવા ઉતર્યો હતો. ધોની રનિંગ કરતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. જોકે ધોની આખી સિઝનમાં વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો અને તેણે CSKની કેપ્ટનશિપની જવાબદારી પણ સારી રીતે નિભાવી હતી.
ધોનીના નેતૃત્વમાં CSKએ રેકોર્ડ 5મી વખત IPLનો ખિતાબ જીત્યો છે. એટલું જ નહીં ધોનીના નેતૃત્વમાં CSK 10 વખત IPLની ફાઈનલ રમી ચૂકી છે. CSK સિવાય અન્ય કોઈ ટીમ 6 થી વધુ વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી.CSK સિવાય અન્ય કોઈ ટીમ 6 થી વધુ વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી.