July 12, 2024
ગુજરાતરમતગમત

રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે

New up 01

“ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.

તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમતવિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલમ્પિકમાં કૌવત ઝળકાવી અવ્વલ સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.
ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ગૌરવવંતી દિકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ”

Related posts

એલિઝબ્રિજ વિસ્તારમાં રોકડ લઈને નીકળેલા વ્યક્તિને બે મિત્રોએ મળી 31 લાખથી વધુની લૂંટ કરી

Ahmedabad Samay

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

Ahmedabad Samay

૧૦ વિકેટથી પાકિસ્તાને ભારત પર જીત મેળવી

Ahmedabad Samay

અમદાવાદમાં 2 કિલો ડ્રગ્સ યુપીથી મોકલવામાં આવ્યું હતું, એસઓજી યુપી જઈ આરોપીને પકડશે

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો