આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાલ દરવાજાના બનેલા નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. 88 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ તૈયાર કરાયું છે. જેનું ઘણા લાંબા સમયથી કામ ચાલ્યું હતું. કોરોના પહેલાના સમયથી આ બસ સ્ટેન્ડનું કામ ચાલતું હતું.
લાલા દરવાજાનું બસ સ્ટેન્ડ અમદાવાદનું સૌથી મોટું બસસ્ટોપ છે. અહીંથી જુદા-જુદા રૂટની બસો અમદાવાદ શહેરમાં ઓપરેટ થાય છે. ત્યારે મોટી સંખ્યામાં બસોના અહીં સ્ટોપ છે. અમદાવાદના કોઈ પણ ખૂણાની બસો અહીંથી આસાનીથી મળી રહે છે. લાલ દરવાજા બસ સ્ટેન્ડ પરથી 49 રુટ પર 118 બસ ઓપરેટ થાય છે. રોજના મોટી સંખ્યામાં પેસેન્જર્સ અહીં આવે છે.
આ બસ સ્ટેન્ડના બાંધકામની વિશેષતા એ છે કે, જયપુરથી લાવવામાં આવેલાચ પથ્થરોથી બાંધકામ કરવામાં આવ્યું છે. આ ખાસ સ્ટોન પિંક સ્ટોન તરીકે ઓળખાય છે. બસ સ્ટેન્ડ હેરીટેજ ટચ પણ આપવામાં આવ્યો છે. જેની ડિઝાઈનની અલગ જ પ્રકારની વિશેષતાઓ છે. આ સાથે પ્રાથમિક સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમ કે, પીવાના પાણી માટે આધુનિક સુવિધા કરવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ માટે કંટ્રોલ રુમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગો માટે પ્લેટફોર્મની પણ સુવિધા કરવામાં આવી છે.