PM Kisan FPO Yojana: મોદી સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે. ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલી રહી છે. આ ક્રમમાં, સરકાર દ્વારા ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ કે તમે સરકારની આ યોજનાનો લાભ ઓનલાઈન કેવી રીતે લઈ શકો છો?
11 ખેડૂતોને મળીને ઓર્ગેનાઇઝેશન બનાવવાની જોગવાઈ
આ યોજના હેઠળ ખેડૂતોને 15 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. જેમાં દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ મળીને એક ઓર્ગેનાઇઝેશન કે કંપની બનાવવાની જોગવાઈ છે. તેન સાથે, ખેડૂતો માટે કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ અથવા દવાઓ ખરીદવામાં પણ સરળતા રહેશે. આ યોજના હેઠળ, ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી
- સૌથી પહેલાં રાષ્ટ્રીય કૃષિ બજારની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
- હોમ પેજ પર આપવામાં આવેલા એફપીઓના ઓપ્શન પર ક્લિક કરો
- અહીં ‘રજિસ્ટ્રેશન’ ઓપ્શન પર ક્લિક કરો, હવે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે
- હવે ફોર્મમાં માગેલી તમામ જાણકારીને ભરો
- પાસબુક અથવા કેન્સલ ચેક અને આઈડી પ્રૂફને સ્કેન કરીને અપલોડ કરો
- હવે તમે સબ્મિટના વિકલ્પ પર ક્લિક કરો
આવી રીતે કરો લોગિન
- લોગિન કરવા માટે સૌથી પહેલાં રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઈટ પર જાવો
- હોમ પેજ પર આપવામાં આવેલા એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો
- લોગિનના વિકલ્પ પર ક્લિક કરો અને તમારી સામે લોગિન ફોર્મ ખુલશે
- તેમાં યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો, તેની સાથે જ લોગિન કરી લો
સરકારનો લક્ષ્ય
- ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે 2023-24 સુધી 10,000 એફપીઓની રચના
- ખેડૂતોની ઉત્પાદકતા વધારવા અને યોગ્ય રિટર્ન મળી શકે, તેના માટે નક્કર પગલાં લીધા
- નવા FPO ને સરકાર તરફથી 5 વર્ષ માટે હેંડ હોલ્ડિંગ અને સહાયતા પૂરી પાડવી
- આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે ખેડૂતોમાં કૃષિ ઉદ્યોગ સાહસિક કૌશલ્યો વિકસાવવા