October 11, 2024
રમતગમત

IND Vs AUS Final: ‘રન મશીન’ વિરાટ કોહલીનો ઓસ્ટ્રેલિયા સામે મોટો સિધ્ધી , ઓવલમાં વધુ એક રેકોર્ડ નોંધાયો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ચોથા દિવસ પછી ભારતને જીતવા માટે 280 રનની જરૂર છે. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 44 રન બનાવીને અણનમ છે. આ ઇનિંગ દરમિયાન તેણે એક ખાસ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 2000 ટેસ્ટ રન પૂરા કર્યા. આ સાથે તેણે તમામ ફોર્મેટમાં 5000 રન પૂરા કર્યા. કોહલીએ ઓવલમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.

વિરાટે ભારતની બીજી ઇનિંગમાં ચોથા દિવસે અણનમ 44 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 60 બોલનો સામનો કર્યો અને 7 ચોગ્ગા ફટકાર્યા. કોહલીએ આ ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયા સામે 2000 ટેસ્ટ રન પૂરા કર્યા. જો તમામ ફોર્મેટની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા સામે 5000થી વધુ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી બીજા નંબર પર છે. આ મામલામાં પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકર નંબર વન પર છે. સચિને 6707 રન બનાવ્યા છે.

જો ટેસ્ટ ફોર્મેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જેબી હોબ્સના નામે છે. તેણે 3636 રન બનાવ્યા છે. આ મામલામાં તેંડુલકર બીજા નંબરે છે. તેણે 39 મેચમાં 3630 રન બનાવ્યા છે. આ યાદીમાં ચેતેશ્વર પૂજારા 21મા નંબર પર છે. તેણે 2074 રન બનાવ્યા છે. કોહલીએ 2013 રન બનાવ્યા છે. અત્યાર સુધી ભારતના 5 ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે 2000 થી વધુ ટેસ્ટ રન બનાવી ચૂક્યા છે. આ યાદીમાં સચિન, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ચેતેશ્વર પૂજારા અને કોહલીના નામ સામેલ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. આ પછી 270 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 296 રન બનાવ્યા હતા. ચોથા દિવસની રમતના અંતે ટીમે 3 વિકેટના નુકસાન સાથે 164 રન બનાવી લીધા હતા.

Related posts

ઓલિમ્પિક: વેટલિફ્ટરમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ મેળવ્યું

Ahmedabad Samay

ભારતના યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમા F56 ડિસ્ક થ્રોમા મેડલ મેળવ્યો

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ધૂળેટી અમદાવાદમાં બની યાદગાર, રંગોમાં રંગાયા ખેલાડીઓ

Ahmedabad Samay

મહિલા ક્રિકેટર હરલીન દેઓલે સચિન તેંડુલકરને પોતાના દીવાના બનાવી દીધા છે.

Ahmedabad Samay

RR vs DC: આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સમાંથી કોણ જીતશે? મેચ પહેલા જાણો જવાબ

Ahmedabad Samay

અંજિક્ય રહાણેએ આઇપીએલ 2023માં રચ્યો ઇતિહાસ, ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો