ખલીલપુર રોડ પર રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષકુમાર દયાશંકરભાઈ દવે ઉંમર વર્ષ 38 અને તેના વેપારી મિત્ર વિવેકભાઈ ધડુકને અમદાવાદની પ્રીમિયર હોલીડે કંપનીમાંથી ફોન આવ્યો હતો આ કંપનીના માણસો જૂનાગઢની હોટલમાં આવ્યા હતા જ્યાં આ કંપનીના મેનેજર સુભાષચંદ્ર મુસ્કાન તાન્યા તેમજ અંકિત શર્માએ ટૂર પેકેજ વિશે જણાવ્યું હતું જેમાં દસ વર્ષમાં એશિયાની કોઈપણ ફોર સ્ટાર અથવા ફાઇવ સ્ટાર હોટલમાં 70 રાત્રી રોકાણ બ્રેકફાસ્ટ ડિનર સાથે રહેવા મળશે આ પેકેજ માટે હોટલમાં બે ફેમિલી અથવા 6 સભ્ય માટે બે રૂમ મળશે તેમ કહ્યું હતું જેનો ખર્ચ અમારી કંપની ભોગવશે તમારે 1,00,000 કંપનીને ચૂકવવા પડશે શૈલેષ કુમારે એક લાખનો અને તેના મિત્ર વિવેક ભાઈએ 708550 આપી પેકેજ કરાવ્યું હતું શિક્ષકે કંપનીના મેનેજરને દિવાળી વેકેશનમાં ઉત્તર ભારત અને વૈષ્ણવ દેવી કટારાના પ્રવાસનું આયોજન કરી ટિકિટ બુક કરવા કહ્યું હતું ત્યારે મેનેજરે થઈ જશે તેમ જણાવ્યું હતું શૈલેષકુમાર અમદાવાદ આ કંપનીની ઓફિસે ગયા તો ત્યાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો પેકેજ કેન્સલ કરાવવા કહ્યું તો ફોન કરીશું એમ કહ્યું પણ કોઈ ફોન આવ્યો જ ન હતો પ્રવાસમાં નીકળો ત્યારે ત્યારબાદ બુકિંગ થઈ જશે પરંતુ કોઈ ટિકિટ કે હોટલનું બુકિંગ કર્યું ન હતું આ મામલે શિક્ષક શૈલેષકુમારે અમદાવાદની પ્રીમિયમ હોલીડે કંપની સુભાષચે સુભાષ ત્યાગી તાન્યા શર્મા અંકિત શર્મા અને માલવ સામે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે