વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળને 9 વર્ષ પુર્ણ થતા આજ રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ગુજરાતના સહ પ્રભારીશ્રી સુઘીર ગુપ્તા,કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાજી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મહાસંમેલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા પ્રમુખ અલ્પેશભાઇ ડોલરીયા તેમજ રાજયના મંત્રી રાઘવજીભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યુ.
સુઘીર ગુપ્તાએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતની જનતાએ આ વખતે સુત્રોચાર કર્યા હતા કે આ ગુજરાત અમે બનાવ્યું છે આ સુત્ર ગુજરાતના વિકાસ યાત્રાની ઓળખ છે. નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ દેશ અને દુનિયા માટે એક ચમત્કારીક પરિણામ હતું. આજે દેશના દરેક વ્યક્તિ મોદીજીના કામના વખાણ કરે છે. કેન્દ્ર સરકારે ગરીબોને પાકા ઘર આપવાનું કામ કર્યું છે. નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં દેશ આજે દુનિયાની 5માં નંબરની અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. આજે ભારતની સેના નવ ઉર્જા સાથે શક્તિશાળી બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સેહબના નેતૃત્વમાં દેશ તાકતવાર બની રહ્યો છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપ સત્તા માટે નહી સેવા માટે ચૂંટણી લડે છે અને તેના પરિણામ ત્રણ દાયકા સુધી જનતાના આશિર્વાદ ભાજપ સાથે રહ્યા છે. મોદીજીના નેતૃત્વમાં નવા ભારતનું નિર્માણ થઇ રહ્યુ છે.વર્ષ 2014 પહેલાની સરકારમા જ્ઞાતી,જાતી,વર્ગ સમુદાયમાં ભાગલા પાડી સત્તાનું રાજકારણ કરવામાં આવતું પરંતુ વર્ષ 2014માં મોદી સરકાર બન્યા પછી ગરિબ,શોષિત,વંચિત અને પિડિતો માટે સમર્પિત રહી કામ કર્યુ.
કેન્દ્નની ભાજપા સરકાર ખેડૂતો,યુવાનો, મહિલાઓ પ્રત્યે જવાબદારીથી કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે ગરિબોને પાકા ઘર આપવાની યોજના કરી,દરેક ઘરે ગેસનુ સિલિન્ડર પહોંચે, ગરિબ પરિવારનું બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા, ગામડામાં વિજળી પહોંચાડી,ઘરે ઘરે નળથી જળ પહોચાડવાની વ્યવસ્થા નવ વર્ષમાં કરી છે. અતિવૃષ્ટીમાં ખેડૂતોને નુકશાન થયુ ત્યારે સરકારે સહાયની જાહેરાત કરી.કોરોના જેવી મહામારીમાં દેશને એક નહી બે-બે રસી ફ્રીમાં અપાવી દેશને કોરોના મહામારીથી બચાવ્યો.દેશ સંકટમાં હોય ત્યારે ભાજપનો કાર્યકર રાજનીતી નથી કરતો. સેવા એ ભાજપના કાર્યકરોના સંસ્કાર છે.