October 12, 2024
ગુજરાત

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

પૃથ્વી પર ગ્રીન એન્વાયરમેન્ટ દરેક માટે ખૂબ જ જરૂરી છે. આ હેતુસર સેવ એન્વાયરમેન્ટનો મેસેજ આપવા માટે તેમજ લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે તે માટે “ગ્રીન રન”નું આયોજન “અમે અમારા પર્યાવરણને બચાવીશું” આ સ્લોગન હેઠળ કરવામાં આવ્યું. 5KM અને 10KMની બે અલગ અલગ કેટેગરીમાં નાગરીકો ભાગ લીધો. સહભાગીઓને ટી-શર્ટ, મેડલ, ઈ-સર્ટિફિકેટ, ઈ-ફ્રેમ, રિફ્રેશમેન્ટ, ટ્રી “હેપ્પી ટીમ” તરફથી આપવામાં આવી. આપણા પર્યાવરણને બચાવવા માટે નવી જનરેશન વધુમાં વધુ અવેર થાય માટે વિશેષ રીતે લોકોને આ ઇવેન્ટના આયોજન થકી જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમની સફળતા આપણને અમુક અંશે પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રિત કરવામાં અને પ્રકૃતિની એકંદર સુંદરતામાં વધારો કરવામાં મદદ તો કરાઈ પરંતુ આ સિવાય એન્વાયરમેન્ટ અને હેલ્ધી રહેવાનો સંદેશો પણ લોકોને મળ્યો. કેમ કે, આજના આધુનિક યુગમાં લોકો પોતાની હેલ્થ પ્રત્યે ધ્યાન રાખવાનું ભૂલી રહ્યા છે. દિવસ દરમિયાનની ભાગ-દોડમાં સ્વાસ્થ્ય માટે વોકિંગ, રનિંગ ભૂલી રહ્યા છીએ. જેથી રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોને રનિંગ કરતા જોઈ બીજાને પણ આ પ્રેરણા ચોક્કસથી મળી.

Related posts

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

Ahmedabad Samay

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો