ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના શ્રી તરસમિયા પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની બેઠક આજે તા.31/03/2024 ને રવિવારના રોજ ભાવનગર મહાનગર કિસાન મોરચાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સોનાણીના નિવાસ્થાને રાખેલ.
જેમાં વોર્ડ પ્રમુખ શ્રી ભરતભાઈ દિહોરા, મહાનગરપાલિકાના દંડક શ્રી ઉષાબેન બધેકા,નગરસેવકો સર્વશ્રી યુવરાજસિંહ ગોહિલ,શ્રી બુધાભાઈ ગોહેલ,શ્રી ભાવનાબેન સોનાણી,મીડિયા સેલના શ્રી હરેશભાઈ પરમાર,કિસાન મોરચાના વોર્ડના પ્રમુખશ્રી ભરતભાઈ સોનાણી,શ્રી જીતુભાઈ સોનાણી,શ્રી કલ્પેશભાઈ બધેકા,ગામના આગેવાનો સર્વશ્રી ધનજીભાઈ સોનાણી,શ્રી વિનુભાઈ ડાભી,શ્રી શંભુભાઈ ચુડાસમા વગેરે આગેવાનો તેમજ બુથ સમિતિના સભ્યો ઉપસ્થિત રહેલ.
6 એપ્રિલ ભાજપ સ્થાપના દિવસે પાર્ટીની ધજા લગાડવી, પત્રિકા રાઉન્ડ, તારીખ 14 એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિએ પુષ્પાંજલિ વગેરે કાર્યક્રમનું ના આયોજન કરેલ અને કિસાન મોરચાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સોનાણીએ શ્રી નરેન્દ્ર મોદીજીની કેન્દ્ર સરકારની 10 સાલ બેમિસાલ સિદ્ધિઓ વર્ણવી હતી,નગરસેવક શ્રી યુવરાજસિંહ ગોહિલે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોની માહિતી આપી હતી. બેઠકના અંતમાં આભારવિધિ નગરસેવક શ્રી ભાવનાબેન સોનાણીએ કરી હતી.