April 25, 2024
તાજા સમાચારદેશ

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલી સતીશ ધવન સ્‍પેશ પરથી ચંદ્રયાન-૩ને બપોરે ૨.૩૫ મિનિટે લોન્‍ચ કરવામાં આવ્‍યું. દેશના ત્રીજા ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું.

ભારતે આજે વધુ એક નવો ઇતિહાસ રચ્‍યો છે. ૬૧૫ કરોડના ખર્ચે તૈયાર કરેલા આ મિશન અંદાજે ૫૦ દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્‍ડ કરશે. સમગ્ર વિશ્વની નજર ભારત પર રહેલી છે. આ ઐતિહાસિક પળના ગવાહ કેન્‍દ્રીય મંત્રી જીતેન્‍દ્રસિંહ અને ઇસરોના પૂર્વ ચીફ સીવન પણ રહ્યા. ‘ચંદ્રયાન-૩’ મીશનની સફળતાથી અમેરિકા, ચીન અને તત્‍કાલીન સોવિયેટ સંઘ બાદ ભારત ચોથો દેશ બનશે. જેને ચંદ્રમા પર સોફટ લેન્‍ડીંગની સિધ્‍ધી પ્રાપ્‍ત કરી છે.

તેની તાકાત, કદ અને ક્ષમતાના કારણે તેને ‘બાહુબલી’ રોકેટ પણ કહેવામાં આવી રહ્યું છે. ત્રણ તબક્કાના રોકેટમાં બે ઘન બળતણ બૂસ્‍ટર અને પ્રવાહી બળતણ કોર સ્‍ટેજ હોય   છે જે તેને શક્‍તિ આપે છે. સોલિડ ફયુઅલ બૂસ્‍ટર રોકેટને પ્રારંભિક તબક્કામાં અથવા થ્રસ્‍ટ તરફ આગળ વધારવામાં મદદ કરે છે. જયારે, પ્રવાહી બળતણ કોર રોકેટને ભ્રમણકક્ષામાં આગળ ધપાવવા માટે દબાણ જાળવી રાખે છે. આ રોકેટ ૪ હજાર કિલોગ્રામ પેલોડને અંતરિક્ષમાં લઈ જઈ શકે છે.

જયારે રોકેટ બૂસ્‍ટર લોન્‍ચ કરવામાં આવશે ત્‍યારે તેની પ્રારંભિક સ્‍પીડ ૧૬૨૭ કિમી પ્રતિ કલાક હશે. લોન્‍ચની ૧૦૮ સેકન્‍ડ બાદ તેનું લિક્‍વિડ એન્‍જિન ૪૫ કિમીની ઉંચાઈ પર શરૂ થશે અને રોકેટની સ્‍પીડ ૬૪૩૭ કિમી પ્રતિ કલાક હશે. આકાશમાં ૬૨ કિમીની ઊંચાઈએ પહોંચવા પર, બંને બૂસ્‍ટર રોકેટથી અલગ થઈ જશે અને રોકેટની ઝડપ કલાકના સાત હજાર કિમી સુધી પહોંચી જશે.૧૬ મિનિટમાં પૃથ્‍વીની બાહ્ય ભ્રમણકક્ષામાં પહોંચશે ક્રાયોજેનિક એન્‍જિન શરૂ થયા બાદ રોકેટની ઝડપ ૩૬,૯૬૮ કિમી પ્રતિ કલાકની રહેશે. પ્રક્ષેપણની ૧૬ મિનિટ બાદ ચંદ્રયાન-૩ પૃથ્‍વીની ભ્રમણકક્ષામાં સ્‍થાપિત થશે અને ધીમે ધીમે તેની ભ્રમણકક્ષા વધારીને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ત્રીજા ચંદ્રયાન મિશન માટે શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ટ્‍વિટ કરીને કહ્યું કે, ‘જ્‍યાં સુધી ભારતના અવકાશ ક્ષેત્રનો સવાલ છે, ૧૪ જુલાઈ, ૨૦૨૩નો દિવસ હંમેશા સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. ચંદ્રયાન-૩, આપણું ત્રીજું ચંદ્ર મિશન, તેની યાત્રા પર નીકળશે. આ નોંધપાત્ર મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને આગળ વધારશે. પીએમ મોદીએ અન્‍ય ટ્‍વિટમાં કહ્યું, ચંદ્રયાન-૩ મિશન માટે શુભેચ્‍છાઓ! હું તમને બધાને વિનંતી કરૂં છું કે તમે આ મિશન અને અમે અવકાશ, વિજ્ઞાન અને નવીનતામાં કરેલી પ્રગતિ વિશે તમારાથી બને તેટલું શીખો. તે તમને બધાને ખૂબ ગર્વ કરાવશે.

lvm -3 ના ઉપલા ભાગમાં ce -20 એન્‍જિનનો સમાવેશ થાય છે, જે નિર્દિષ્ટ ભ્રમણકક્ષામાં પેલોડ પહોંચાડવા માટે થ્રસ્‍ટ પ્રદાન કરે છે. ખાસ વાત એ છે કે ce -20 એક ક્રાયોજેનિક એન્‍જિન માત્ર ભારતમાં જ વિકસિત થયું છે.

ᅠ રોકેટનું કુલ વજન ૬૪૨ ટન હોવાનું કહેવાય છે. તેમજ તેની ઉંચાઈ ૪૩.૫ મીટર છે. lvm -3 નો ઉપયોગ ઘણા ઉપગ્રહો લોન્‍ચ કરવા માટે થઈ ચૂક્‍યો છે. જેમાં gsat -19 કોમ્‍યુનિકેશન સેટેલાઇટ, એસ્‍ટ્રોસ્‍ટેટ એસ્‍ટ્રોનોમી સેટેલાઇટ, ચંદ્રયાન-૨નો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ રોકેટનો ઉપયોગ ગગનયાન માટે કરવામાં આવ્‍યો હતો. મિશનમાં હાથ ધરવામાં આવશે. જે ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન હશે.

ઈસરોના કહ્યા મુજબ,ᅠ ‘આ ૪૩.૫ મીટર લાંબા ત્રણ તબક્કાના પ્રક્ષેપણ વાહને ભારતને gto માં ૪૦૦૦ કિલોગ્રામ સુધીના સંચાર ઉપગ્રહો પહોંચાડવામાં આત્‍મનિર્ભર બનાવ્‍યું છે’. અગાઉ આ રોકેટ gslv-mk3 તરીકે ઓળખાતું હતું. ત્રણ સફળ મિશન પછી ISRO એ તેનેᅠlvm-3 માં બદલી. ખાસ વાત એ છે કેᅠઆ રોકેટ ચંદ્રયાન-૩ દ્વારા ચોથી વખત ભ્રમણકક્ષામાં પેલોડ પહોંચાડવાના મિશન પર જઈ રહ્યું છે.

https://youtu.be/0sROAwC05CY

આ રોકેટ કમ્‍બશન સાયકલમાંથી પસાર થાય છે. તે તેના કોર અને સ્‍ટ્રેપ-ઓન એન્‍જિનો માટે પ્રવાહી બળતણવાળા એન્‍જિનો ગોઠવે છે. રોકેટનું કોર સ્‍ટેજ હવે બે ડેવલપમેન્‍ટ એન્‍જિન દ્વારા સંચાલિત છે, જે ૭૨૦+૭૨૦ kn  થ્રસ્‍ટ જનરેટ કરે છે. આ પ્રક્રિયામાં બે નક્કર પ્રોપેલન્‍ટ બૂસ્‍ટર લોન્‍ચના પ્રારંભિક તબક્કા દરમિયાન વધારાનો થ્રસ્‍ટ પૂરો પાડે છે.

Related posts

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો

Ahmedabad Samay

એરટેલ દ્વારા પ્રિપેઇડ પ્લાન્સ ૨૫ ટકા જેટલા મોંઘા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Ahmedabad Samay

કેનેડા બાદ અમેરિકા ભારત માટે પ્રતિબંધ મુકશે

Ahmedabad Samay

શેરબજાર માટે આજે શુક્રવાર ‘બ્‍લેક ફ્રાઇડે’ સાબિત થયો

Ahmedabad Samay

યૂક્રેન પ્રસ્તાવ પર ભારત રહ્યું મતદાનથી દૂર, પૂછ્યો વિશ્વને અરીસો બતાવતો સવાલ

Ahmedabad Samay

શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષમાં 10 લાખ કિલો માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો