અદ્યતન ટેકનોલોજી લાવવામાં અગ્રેસર અદાણી રિયલ્ટી રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં નવો અધ્યાય લઈને આવી રહ્યું છે. અદાણી રિયલ્ટી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં વર્ચ્યુઅલ પઝેશન સાથેનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.
બાંધકામક્ષેત્રે ગેમ ચેન્જર ગણાતા આ પ્રોજેક્ટમાં ગ્રાહકો ઘરના ઘરનું પઝેશન મળતા પહેલા જ તેનો વર્ચ્યુલ અનુભવ કરી શકશે. વળી ખાસ વાત એ છે કે, ગ્રાહકો ઓફિસથી લઈને સ્વીમીંગપુલ, સ્પોર્ટ્સ, લીવીંગરૂમ વગેરેનો અનુભવ આંગળીના ટેરવે અને પોતાની અનુકુળતાએ લઈ શકે છે.
તાજેતરમાં અદાણી રિયલ્ટી દ્વારા મુંબઈ- બાંદ્રા ખાતે મેટાવર્સ પ્લેટફોર્મ પર TEN BKC પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ અદાણી રિયલ્ટી TEN BKC હોમબાયર્સને તેમના ઘરના-ઘરનો તાત્કાલિક વર્ચ્યુઅલ કબજો આપે છે. ભારત દેશમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સૌપ્રથમવાર મેટાવર્સે પ્લેટફોર્મ પર આ નવો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ઘરનું ઘર વસાવનારાઓ માટે આ પ્રોજેક્ટ અસામાન્ય અને ઇમર્સિવ અનુભવ આપે છે. જેમાં ગ્રાહકો ડિઝીટલ ઓફિસથી લઈને ઘરના તમામ રૂમ્સ, જીમ સહિત ગાર્ડન વગેરેનો આબેહૂબ અનુભવ લઈ શકે છે.
અદાણી રિયલ્ટી ભારતમાં રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અદ્યતન તકનીકી નવીનતાઓ અપનાવવામાં હંમેશા મોખરે રહી છે. કંપની ડ્રોનનો ઉપયોગ કરીને બાંધકામનું મોનિટરિંગ કરવાથી લઈને ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરવા સુધીના ઇનોવેશન કરવામાં અવ્વલ રહી છે. આ અદ્યતન ટેકનોલોજી દેશભરમાં વિવિધ રાજ્યોમાં ચાલતા અદાણી રિયલ્ટી પ્રોજેક્ટસમાં પણ ક્રમશ: લાવવામાં આવશે.
TEN BKC પ્રોજેક્ટમાં ગ્રાહકોને NFTs (નોન-ફંગિબલ ટોકન્સ) ના રૂપમાં ઘરની માલિકી આપવામાં આવશે, જે તેમને નવા ઘરનો મેટાવર્સ સાથેનો અનુભવ આપશે. જેનાથી ગ્રાહકોને પ્રોપર્ટીનું અન્વેષણ કરવાથી લઈને તમામ સુવિધાઓને ઍક્સેસ કરવાની સવલત મળશે. બાંધકામ હેઠળની પ્રોપર્ટીઝને ગ્રાહકો પઝેશન પહેલા જ જાતઅનુભવ કરી શકશે અને મેટાવર્સ પર મિત્રો તેમજ પરિજનોને આમંત્રિત પણ કરી શકે છે.
વર્ચ્યુઅલ રિયાલિટી અમલ કરવાનો ઉદ્દેશ ગ્રાહકોને મિલકત ખરીદતા પહેલા તેનો વાસ્તવિક(વર્ચ્યુલ) અનુભવ કરાવવાનો છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે આ પગલું ગેમ-ચેન્જર સમાન છે. કારણ કે, અગાઉ આ પ્રકારની સુવિધા રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ક્યારેય જોવા મળી નથી. રિયલ એસ્ટેટ ઉદ્યોગની પરિભાષા બદલવા અને ગ્રાહકોને સર્વોત્તમ મિલકતોની ખરીદી કરવામાં તે ખુબ જ અસરકારક રહેશે.