August 7, 2026
અપરાધતાજા સમાચાર

નરોડા ખાતે આવેલ સ્વપ્નિલ કોમ્પલેક્ષમાં સફાઇ કરતી યુવતીની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવેલ છે, હત્યા કોણે અને શા માટે કરી તે હજુ બહાર આવેલ નથી, પોલીસ શંકાના ડાયરામાં રહેલ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી રહી છે
અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજની દીકરી સફાઈ કામ કરવા સ્વપ્નિલ કોમ્પલેક્ષ 108 રોડ નવા નરોડા અમદાવાદ ખાતે ઘણા સમયથી સફાઈ કામ કરીને પોતાના પરિવાર અને બાળકોનું તેમજ જેઠ જેઠાણી 100%અપંગ હોવાથી સમગ્ર ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હતા.
*જેની હત્યા કરવામાં આવેલ છે તે દીકરી આ કોમ્પલેક્ષમા નિયમિત સાફ સફાઇનું કામ કરતી હતી. અંત્યંત દુઃખદ ઘટનાની મળતી માહિતી મુજબ તારીખ.18/07/2023/ના રોજ કોઈ અજાણ્યા અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા આ સફાઈ કામદાર તરીકે કામ કરતી દીકરીને ઢોર માર મારી હત્યા કરેલ છે.

દીકરીની હત્યાના સમાચાર મળતા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ અનુસૂચિત જાતિ સમાજની સફાઇ કામદાર દીકરીને ન્યાય મળે તે માટે અને આ ગુનામાં સંડોવાયેલ નરાધમોને ફાસી તથા કડકમા કડક સજા મળે તેવી માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

હાલ દીકરીની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પોસ્ટ મોર્ટમ માટે પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

Related posts

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

સુદાન પોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત

Ahmedabad Samay

કોચીનથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટની ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, બચી ગયો જીવ

Ahmedabad Samay

પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં થયું નિધન

Ahmedabad Samay

નિકોલના હોન્ડા શોરૂમના 3 કર્મચારીઓ એ જ ગોડાઉનમાંથી 29 એક્ટિવા અને 2 બાઈક ચોરી કરી

Ahmedabad Samay

અમદાવાદ – રીમાન્ડ પર રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ મામલે આ પ્રકારના થયા ખુલાસાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો