અમદાવાદમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે શનિવાર અને રવિવારના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદમાં 3થી 4 ઈંચ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભૂવાઓ પણ પડી ગયા છે ત્યારે વરસાદની આ સિઝનમાં લોકોની મુશ્કેલીઓ પણ વધે છે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં વરસાદની આગાગી કરાઈ છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું છે. આગામી 4 દિવસ સુધી આ પ્રકારે વરસાદી માહોલ અમદાવાદ સહીત રાજ્યમાં જોવા મળશે જ્યારે અમદાવાદમાં આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં ઓરેન્ડ એલર્ટ
જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં યલ્લો એલર્ટ કરાયું જારી
જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.