સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારની શરૂઆત સપાટ થઈ છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટ તૂટી ગયો છે, તો બીજી તરફ નિફ્ટી પણ નબળો પડીને 17750ની નીચે પહોંચી ગયો છે. શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ 133.83 (0.20%) પોઈન્ટ ઘટીને 66,550.43 પર જ્યારે નિફ્ટી 17.95 (0.09%) પોઈન્ટ ઘટીને 19,727.05 પર ટ્રેડ થતો દેખાયો. બીજી તરફ, ડોલર સામે રૂપિયો 2 પૈસા નબળો પડ્યો છે અને 82.00 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોમવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં એફએમસીજી અને મેટલ સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી.
આજે શેરબજારમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 115 પોઈન્ટ ઘટીને 66,568 પર છે, જ્યારે નિફ્ટી પણ 32 પોઈન્ટના ઘટાડા સાથે 19,713 પર ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં ઘટાડાનો આ સમયગાળો ગયા સપ્તાહે જ શરૂ થયો હતો. શુક્રવારે બજારમાં જબરદસ્ત નુકસાન જોવા મળ્યું હતું.
આજે શેરબજારમાં મોટા ઉતાર-ચઢાવની સંભાવના છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે સપ્તાહ દરમિયાન બજારમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોના વલણો અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિઓ પણ બજારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડે જણાવ્યું કે, “26 જુલાઈના રોજ યુએસ સેન્ટ્રલ બેંક વ્યાજ દર અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે. એવી શક્યતા છે કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં બીજા ક્વાર્ટર ટકાનો વધારો કરે. બજારના સહભાગીઓ જાહેરાત દરમિયાન ફેડરલ રિઝર્વની ટિપ્પણીઓ પર પણ નજર રાખશે. આ સિવાય બેન્ક ઓફ જાપાન પણ 28 જુલાઈના રોજ તેના નીતિ વિષયક નિર્ણયની જાહેરાત કરશે.”
નિષ્ણાતો કહે છે કે રોકાણકારોએ સાવચેતી સાથે બજારમાં ભાગ લેવો જોઈએ. આ સિવાય યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વનો વ્યાજદર અંગેનો નિર્ણય અને ભારતીય કંપનીઓના જૂન ક્વાર્ટરના પરિણામો આ સપ્તાહે શેરબજારોની દિશા નક્કી કરશે. તમને જણાવી દઈએ કે શુક્રવારે સેન્સેક્સ 887.64 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 66,684.26 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 234.15 પોઈન્ટ અથવા 1.17 ટકાના ઘટાડા સાથે 19,745 પોઈન્ટ પર બંધ થયો હતો.