September 18, 2024
ગુજરાત

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.

આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. વાયબ્રન્‍ટ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 1360 કરોડ રૂપિયાના કુલ રોકાણો સાથે 6 જેટલા MoU બુધવાર, 26મી જુલાઇએ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

તદઅનુસાર, એન્‍જિનિયરિંગ સેક્ટરમાં કુલ રૂ. 775 કરોડના રોકાણો માટે 3 ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-2માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે 700 જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU અંતર્ગત ટેક્ષટાઈલ સેક્ટરમાં એક MoU રૂ. 294 કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા 1800 લોકોને અપેક્ષિત રોજગારી મળશે. એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર, બે ઉદ્યોગો રૂ. 290 કરોડનું રોકાણ કરશે તથા 500 જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે. આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો-એક્ટિવ અભિગમને પરિણામે ઉદ્યોગો શરૂ કરવા માટેની જરૂરી મંજૂરીઓ અતિ ઝડપે મળી છે તે માટે આભાર દર્શાવ્યો હતો. રાજ્યમાં લેબર પીસ  અને સ્કિલ્ડ વર્કફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે આ ઉદ્યોગકારો પોતાનાં યુનિટ્સના એક્સપાન્‍શન અને નવા એકમો શરૂ કરવા તેઓએ ગુજરાત પર પસંદગી ઉતારી છે તેમ જણાવ્યું હતું.

સાણંદ GIDC ફેઝ-2માં 2024-25 સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટેના આ જે 6 MoU થયા છે તેમાં, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઈન્‍ડિયા લિમિટેડ, ઈન્‍ગરસોલ રેન્‍ડ ઈન્‍ડિયા લિમિટેડ અને ટેરેક્સ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડનો, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બાયો જેનોમિક્સ લિમિટેડ તથા OMNIBRX બાયોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનો અને ટેક્ષટાઈલ સેક્ટરમાં વર્લ્ડ વાઈડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ MoU સાઈનિંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તથા ઈન્‍ડેક્સ બીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

અમદાવાદમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસ મામલે સત્યમ શર્માની ક્રાઈમ કુંડળી આવી સામે

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

જુલાઈ – ઓગસ્ટ માં કોરોના નો કેહર વધવાની શકયતા

Ahmedabad Samay

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો