ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માના ઘરે દિકરીનો જન્મ થયો છે. વિરાટ અને અનુષ્કાના કરોડો ચાહકો પણ એ પળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરીનો જન્મ થયો છે.
આ સમાચારથી ચાહકોના આનંદનો પાર નથી રહ્યો. લોકો આ ખુશખબર સાંભળીને ખુબ જ ખુશ થયા છે. વિરાટ કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવી રહ્યા છે. અનુષ્કા અને વિરાટની દીકરીનો જન્મ મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં આજે બપોરે થયો હતો. વિરાટ કોહલીએ આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. અને દીકરીના આગમનની જાણકારી આપી હતી.