અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની ટ્રીપને 90 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ સ્પેશિયલ સમર ટ્રેન અગાઉ ઉનાળામાં ચાલતી હતી જે ફરીથી લંબાવવામાં આવતા મુસાફરો તેની મુસાફરી નિર્ધારીત સમય મુજબ આગામી 90 દિવસ સુધી કરી શકશે.
અમદાવાદથી ભાવનગર જવાવાળા મુસાફરો માટે આ સારા સમાચાર છે. ખાસ કરીને આ રુટ પર પેસેન્જરોની સંખ્યા જોવા મળતી હોય છે. તેમાં પણ વીકેન્ડમાં સંખ્યા વધું હોય છે. ત્યારે પશ્ચિમ રેલ્વે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક આ રુટ પર સ્પેશિયલ ટ્રેન આજથી 3 મહિના સુધી ચાલશે. સમરના સ્થાને હવે મોન્સુન સિઝનમાં પણ આગામી 90 દિવસ ટ્રેનમાં મુસાફરી કરી શકાશે.
આ સમયગાળામાં ટ્રેનનો રહેશે સમય
સવારે 6.35 વાગે અમદાવાદથી ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ પર 11.15 કલાકે પહોંચે છે.
સાંજે 5 વાગે આ ટ્રેન ભાવનગરથી ઉપડી 9.40એ અમદાવાદ ગાંધીગ્રામ સ્ટેશન પર પહોંચે છે.
આ રુટની ટ્રેનો લંબાવવામાં આવી
મદુરાઈ – ઓખા હવે 29 સપ્ટેમ્બર સુધી ચાલશે,
ગાંધીનગર વારાણસી સાપ્તાહીક એક્સપ્રેક્સ ટ્રેનની 5 ટ્રીપો 2 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી રદ રહેશે.