વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે રોડ પર રાત-દિવસ ઘણા એકસિડેન્ટ થતા હોય છે પણ ફર્સ્ટ-એડ-કીટના અભાવના કારણે પીડિત વ્યક્તિની સારવાર સમયસર થઈ શકતી નથી અને ઘણી વખતે ગંભીર ઈજાના કારણે વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થતું હોય છે.
આ નિમિતે જીસીએસ હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જન-જાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિતે જીસીએસ હોસ્પિટલ દ્વારા રિક્ષાચાલકો માટે ફર્સ્ટ-એડ-કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અભિયાન હેઠળ સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવામા આવી હતી.
સીપીઆર ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 ટકાથી પણ વધી જાય છે. આ અભિયાનમા આસરે 100 થી વધુ રિક્ષા ચાલકો એ ભાગ લીધો હતો. આ અભિયાન પાછળ નું કારણ જનજાગૃતિ ફેલાવાનુ અને હૃદયની કાળજી રાખવાનુ હતું. તમારા વાહનમાં ફર્સ્ટ-એડ-કીટથી તમે તાત્કાલિક સારવાર લઈ શકો છો.