December 14, 2024
બિઝનેસ

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વિતી ગયા બાદ પણ તમારા માટે રીટર્ન ભરવાનો છે મોકો

હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. જો કે, આવા લોકો હજુ પણ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આ માટે લોકોએ એક પ્રક્રિયાને અનુસરવી પડશે. લોકો હવે લેટ ફી ભરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. જો કે આ માટે પણ તારીખ નક્કી કરવામાં આવી છે. આ પછી તમને તક નહીં મળે.

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. તે 31 જુલાઈ 2023 હતી. બાકી રહી ગયેલા 31 ડિસેમ્બર 2023 સુધીમાં તેમના રિટર્ન સબમિટ કરી શકશે. જો કે, આવી ફાઇલિંગ પર, પગારદાર કર્મચારીઓ કે જેમની ચોખ્ખી કરપાત્ર આવક વાર્ષિક રૂ. 5 લાખથી વધુ છે, તેમની પાસેથી રૂ. 5000 સુધીની લેટ ફી વસૂલવામાં આવશે. આ સિવાય જે લોકોની કરપાત્ર આવક રૂપિયા 5 લાખથી ઓછી છે તેઓ 1000 રૂપિયાની પેનલ્ટી સાથે ITR ફાઇલ કરી શકે છે.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24 માટે સોમવારે સાંજે 6 વાગ્યા સુધી 6.50 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.  છેલ્લા દિવસે આવકવેરા રિટર્ન ઓનલાઈન ભરવામાં કરદાતાઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. સોમવારે, છેલ્લા દિવસે, લગભગ 37 લાખ લોકોએ સાંજે 6 વાગ્યા સુધીમાં આવકવેરા રિટર્ન સબમિટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 31 જુલાઈ સુધી લગભગ 5.83 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.  નાણાકીય વર્ષ 2022-23 માટે ITR સબમિટ કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 31 જુલાઈ 2023 હતી.

Related posts

મોટી આગાહી / વિશ્વમાં વધી શકે છે ગરીબી અને ભૂખમરો, IMFના ચેરમેને આપી ચેતવણી

admin

આ દેશોમાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, ફ્રી કાર-હાઉસ, જાણો અન્ય ઘણી સુવિધાઓ

Ahmedabad Samay

દેશની ત્રણ બેંકો FD પર આપી રહી છે મજબૂત વ્યાજ, જ્યાં તમને ઇન્વેસ્ટ પર મળશે બમ્પર રિટર્ન

Ahmedabad Samay

વોડાફોન આઈડિયા એક થઇ બન્યું “VI”

Ahmedabad Samay

આ વર્ષે ઇકોફ્રેન્‍ડલી કલર, પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી

Ahmedabad Samay

લોકડાઉનના કારણે મારુતિ એપ્રિલમાં એક પણ કારની વેચાણ કરી શકી નહીં.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો