‘ચંદ્રમુખી 2’ ફિલ્મની દર્શકો રાહ જોઈ રહ્યા છે. જેમાં હવે કંગના રનૌતનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેથી દર્શકો આ ફિલ્મને લઈને વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે.
જેમાં કંગના રનૌત અલગ જ લૂકમાં જોવા મળી રહી છે. તેની ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં ગણેશ ચતુર્થીના દિવસે રિલીઝ થઈ શકે છે. હિન્દી સિવાય આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો તેની આગામી ફિલ્મ ‘ચંદ્રમુખી 2’નો ફર્સ્ટ લૂક શેર કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફર્સ્ટ લુક આવતાની સાથે જ
કંગના રનૌત ફરી એકવાર સમાચારોમાં સામે આવી છે. તેને આ લુકમાં જોઈને ફેન્સની ફિલ્મ જોવાની તાલાવેલી વધી ગઈ છે. આ સાથે, નિર્માતાઓએ એ પણ માહિતી આપી છે કે ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગણેશ ચતુર્થીના અવસર પર રિલીઝ થઈ રહી છે. આ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ છે.
‘ચંદ્રમુખી 2’ 2005ની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ છે. પ્રિક્વલમાં રજનીકાંતને ડૉ. સરવનન અને વેટ્ટાયન રાજા તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જેમાં જ્યોતિકા મુખ્ય લીડ ‘ચંદ્રમુખી’ તરીકે હતી. સિક્વલમાં રાઘવ લોરેન્સ રજનીકાંતનું સ્થાન વેટ્ટીયન રાજા તરીકે લેશે અને કંગના ચંદ્રમુખીનું પાત્ર ફરી ભજવશે અને જ્યોતિકાનું સ્થાન લેશે.
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર ચંદ્રમુખી 2નો લુક શેર કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ‘સુંદરતા અને પોઝ, તેણે પ્રયત્ન કર્યા વિના પણ ધ્યાન ખેંચ્યું છે. ગણેશ ચતુર્થીના અવસર પર હિન્દી તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.