અમદાવાદમાં વરસાદ ધીમીધારે જુલાઈ મહિનામાં સતત જોવા મળ્યો છે. જો કે, હાઈએસ્ટ વરસાદ એક જ દિવસમાં 6થી 7 ઈંચ પડ્યો છે. જ્યાર અત્યાર સુધીમાં સિઝનનો 24.40 ઈંચ વરસાદ નોંધાયો છે.
જે ગત વર્ષ ઓગસ્ટ 2022ની સરખામણીએ ઓછો વરસાદ છે. કેમ કે, ગત વર્ષે અત્યાર સુધીમાં 28 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગત વર્ષે 90 ટકા વરસાદ અત્યાર સુધીમાં અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો હતો જ્યારે આ વખતે 76.50 ટકા જ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લાટ 30 વર્ષના સરેરાસ આંકડા પ્રમાણે 31 ઈંચ આસપાસ કુલ વરસાદ સિઝનનો નોંધાય છે. જેથી હજૂ પણ વરસાદ 8થી 10 ઈંચ થઈ શકે છે.
જો કે, અમદાવાદ શહેરની સરખામણીએ આ વખતે અમદાવાદ જિલ્લામાં વરસાદ સારો એવો નોંધાયો છે. ગત વર્ષ કરતા ટકાવારી દ્રષ્ટીએ તેમાં તફાવત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 16 ઈંચ નોંધાય છે ગત વર્ષે 14.30 ટકા વરસાદ નોંધાયો હતો.
આગામી દિવસોમાં હજૂ પણ વધુ વરસાદ અમદાવાદમાં નોંધાશે. અમદાવાદમાં 5થી 7 ઈંચ વરસાદ એક સાથે ખાબકતા બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય છે. કેમ કે, રોડ પર પાણી ભરાવવાની સમસ્યા વધુ જોવા મળે છે. જે આ વખતે પણ જોવા મળી હતી.