ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ અને વર્લ્ડ કપ 2023ની તૈયારી લાગી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ આ બંને ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનો સામનો કરવાનો છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ પાકિસ્તાન સામે રમવાની હોય છે ત્યારે ચાહકોનો રોમાંચ ટોચ પર હોય છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ પાકિસ્તાન સામેની ભારતની ટક્કરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ભારત-પાકિસ્તાન મેચ પર બોલ્યા અનિલ કુંબલે
અનિલ કુંબલેએ ખુલાસો કર્યો કે તેમની કારકિર્દીમાં ભારત-પાકિસ્તાન મેચોનો પ્રચાર એટલા ઊંચા સ્તર પર હતો કે જો ટીમ કેન્યા સામે હારી જાય તો પણ ચાહકોને કોઈ વાંધો ન હતો, પરંતુ પાકિસ્તાન સામે નહીં. ભારત 2 સપ્ટેમ્બરે કેન્ડીના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 50-ઓવરના એશિયા કપ 2023ના ગ્રુપ સ્ટેજમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. જો ભારત અને પાકિસ્તાન સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કરે છે, તો તેમનો આમનો-સામનો કોલંબો થવાનું નક્કી છે. ભારત અને પાકિસ્તાન મેન્સ ODI વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને થશે.
‘કેન્યા સામે હારી જાઓ, પાકિસ્તાન સામે નહીં’
કુંબલેએ કહ્યું કે અમારા સમયમાં આ શબ્દ હતો કે ‘કેન્યાથી પણ હારવું પરંતુ પાકિસ્તાનથી નહીં’. કુંબલે, જે 2016 થી 2017 સુધી ભારતના મુખ્ય કોચ પણ હતા, તેમને 1999 માં નવી દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે 74 રનમાં ઐતિહાસિક 10 વિકેટ લેવા માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. પાકિસ્તાન વિરૂદ્ધ 34 વનડેમાં કુંબલેએ 54 વિકેટ લીધી છે. તેમણે કહ્યું કે હું 10 વિકેટ લેવાનું વિચારીને મેદાન પર ગયો ન હતો, જો કે તે કોઈપણ બોલરનું સપનું હોય છે. જો કે, પાકિસ્તાન સામેની આગામી ટેસ્ટ મેચમાં, કોલકાતામાં એશિયન ટેસ્ટ ચેમ્પિયનશિપમાં, હું એક વિકેટ લેવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે આ તમારા માટે ક્રિકેટની રમત છે.