June 22, 2026
દેશરમતગમત

ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને ૪-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીહોકીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને ૪-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે ભારતીય ટીમે એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને ૨-૦થી હરાવીને વુમન્સ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીહોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.


રાંચીના મારંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમમાં ગઈકાલે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ૨૦૨૩ની ફાઈનલ મેચ રમાઈ હતી. ભારત માટે સંગીતા કુમારી, નેહા, લાલરેમસિઆમી અને વંદના કટારીયાએ ગોલ કર્યા હતા. ભારતીય મહિલા હોકી ટીમની જીત બાદ હોકી ઈન્ડિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે દરેક ખેલાડીને ઈનામ તરીકે ૩ લાખ રૃપિયા આપવામાં આવશે. આ સાથે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ૧.૫ લાખ રૃપિયા આપવામાં આવશે.

ભારતે આ પહેલા વર્ષ ૨૦૧૬માં સિંગાપોરમાં પ્રથમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જ્યારે, જાપાન ૨૦૧૩ અને ૨૦૨૧નું વિજેતા છે. ભારતીય મહિલા હોકી ટીમના કોચ જેનેકે શોપમેને કહ્યું કે અમને ફાઇનલમાં ૪-૦થી જીતની આશા નહોતી. અમે ખૂબ જ ખુશ છીએ. મેચ જોવા આવેલા ચાહકોએ ટીમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. અમને ઘણી મદદ કરી. દરેક જણ ઉત્સાહિત હતા. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ કહ્યું કે ખૂબ જ સારું લાગી રહ્યું છે. જાપાન ખૂબ જ સારું રમ્યું, હાફ ટાઈમમાં અમે માત્ર એક જ વાત કરી હતી કે અમારે આક્રમક રીતે રમવું પડશે

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી સૌ ભારતીય મહિલા હોકી ટીમના ખેલાડીઓને હાર્દિક શુભેચ્છા

Related posts

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

રાજધાની દિલ્હીમાં સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ઈકો વાનમાં થયેલા જોરદાર ધમાકો

Ahmedabad Samay

ભારતે ઓસ્ટ્રેલિયાને ૦૬ વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

પાકિસ્તાન સામે એશિયા કપમાં બીજી વખત આ કટ્ટર હરીફને ૬ વિકેટથી પરાજિત કરીને ભારતે સતત બીજો ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

દિલ્હીમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો