અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓએ એક યુવક પાસેથી રુપિયા અને લેપટોપ પડાવી લીધાની ઘટના સામે આવતા આ મામલે પોલીસે એકની ધરપકડ કરીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દિલ્હીની બે ટ્રાંસ જેન્ડર મહિલાઓએ લૂંટની માયાજાળ રચતા ડેટીંગ એપ પર યુવકોના સંપર્કમાં આવતી હતી. છના અને મીરા નામની આ ટ્રાન્સજેન્ડરથી અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં દિલ્હીથી આવેલ એન્જિનિયર યુવક લૂંટનો શિકાર બન્યો હતો.
ઝડપાયેલા આરોપી અને તેની મિત્ર એક સાથે ફરતા હતા. ડેટીંગ એપ થકી યુવકોનો સંપર્ક કરતા હતા સાથે જ લૂંટને અંજામ આપીને ફરાર થઈ જતા હતા. બદનામીના ડરે યુવકો ફરીયાદ કરતા નહોતા. સંખ્યાબંધ લોકોને તેમને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીની આ મહિલાઓ યુવતી હોવાનું કહીને ઠગાઈ કરતી હતી. ત્યારે વિવિધ શહેરોના યુવકો ભોગ બન્યા હશે.
બન્નેએ ડેટીંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું છે જ્યાં અન્ય એક ટ્રાન્સજેન્ડર મહિલાનો સંપર્ક સાધ્યો હતો અને યુવકને હોટેલમાં બોલાવ્યો હતો. દિલ્હીના યુવક સાથે 9 હજારની લૂંટ ચલાવીને લેપટોપ પણ પડાવી લીધું હતું. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. જેમાં એકની ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ બન્ને ટ્રાન્સજેન્ડર છે યુવકના પર્સમાંથી બન્નેએ રુપિયા 9 હજાર લઈ લીધા હતા. નીચે આવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. વસ્ત્રાપુર લેક પાસેની હોટલમાં આ બન્ને ટ્રાન્સજેન્ડર રોકાયેલા હતા. બન્ને ટ્રાન્સજેન્ડરમાંથી એક છનાને પકડી પાડી છે અને મીરા વોન્ટેડ છે