લાઈવ ઇવેન્ટ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક જ આદિત્ય નારાયણના એક ફેનના હાથ પર માઈક મારી તેના હાથમાંથી ફોન લઈ અને દૂર ફેંકી દે છે.
આ સમગ્ર ઘટના અન્ય કોઈ વ્યક્તિના ફોનમાં કેપ્ચર થઈ ગઈ અને વિડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ વીડિયોને લઈને લોકો પોતાના રિએક્શન આવી રહ્યા છે. મોટાભાગના લોકોને આદિત્ય નારાયણના આ વર્તને જરા પણ પસંદ કર્યું નહીં.
જોકે સમગ્ર ઘટના શું હતી અને આદિત્ય નારાયણએ ફોન શા માટે ફેકીં દીધો તે અંગે તેના મેનેજરે વિસ્તારપૂર્વક સ્પષ્ટતા કરી હતી.
આદિત્ય નારાયણના મેનેજરે જણાવ્યું હતું કે. ઇવેન્ટ કોલેજની હતી પરંતુ જે વ્યક્તિ સ્ટેજ પાસે હતો તે કોલેજનો નહીં પરંતુ કોલેજની બહારનો હતો. તે સતત આદિત્ય નારાયણના પગ ખેંચી રહ્યો હતો. ઘણી વખત તેણે તેનો ફોન આદિત્યના પગ પર માર્યો પણ હતો.
વારંવાર આવું થતા આદિત્ય નારાયણને ગુસ્સો આવ્યો અને તેણે ફોન ફેંકી દીધો. પરંતુ આ ઘટનાની શો પર કોઈ અસર થઇ નહિ, શો ચાલુજ રહ્યો હતો.