September 22, 2026
દેશ

મોદી સરકાર માટે મોટી રાહતના સમાચાર. સુપ્રીમ કોર્ટે CAA પર હાલ સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો

મોદી સરકાર માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે CAA પર હાલ સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. CAA વિરુદ્ધની અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે દેશભરમાંથી CAA વિરુદ્ધ દાખલ 200 થી વધુ અરજીઓ પર સુનાવણી થઈ. SCએ હાલમાં CAA પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે.

કોર્ટે કેન્દ્રને જવાબ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 9 એપ્રિલે થશે. આ અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં કાયદા હેઠળ મુસ્લિમો માટે રક્ષણની માંગ કરવામાં આવી હતી. IUMLએ કોર્ટને વિનંતી કરી હતી કે મુસ્લિમોને પણ નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરી અપાય. કપિલ સિબ્બલે કોર્ટ પાસેથી CAA નોટિફિકેશન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

Related posts

કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા

Ahmedabad Samay

દૂરદર્શન ન્‍યૂઝ ના પ્રખ્યાત મહિલા એન્‍કર સરલા મહેશ્વરીનું દિલ્‍હી ખાતે અવસાન

Ahmedabad Samay

‘દંગલ’માં બાળ કલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર ૧૯ વર્ષની વયે નિધન

Ahmedabad Samay

રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા

Ahmedabad Samay

વિશ્વ કરતા ભારતમાં મોંઘવારી ઓછી. અમેરિકા જેવા વિકસિત દેશમાં મોંઘવારી સાતમા આસમાને

Ahmedabad Samay

ભારતે સેમિકન્‍ડક્‍ટર ટેકનોલોજીમાં એક મોટો સીમાચિ હાંસલ કર્યો, દેશમાં બનેલી પ્રથમ સેમિકન્‍ડક્‍ટર ચિપ લોન્‍ચ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો