“પીએમ મોદીના કેબિનેટનું આજે સાંજે છ વાગ્યે વિસ્તાર થયુ. ,જેમાં કેટલાક નવા ચહેરાની મંત્રી મંડળમાં એન્ટ્રી થઇ છે તો કેટલાક નેતાઓએ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યુ છે. 43 નેતાઓ મંત્રી બનવા જઇ રહ્યા છે જેમાં ગુજરાતના પાંચ નેતા પણ સામેલ છે.
આ ૪૩ નેતાઓ બનશે મંત્રી
1) નારાયણ રાણે, 2) સર્બાનંદ સોનોવાલ, 3) વિરેન્દ્ર કુમાર, 4) જ્યોતિરાદિત્ય સિંધિયા, 5) રામચંદ્ર પ્રસાદ સિંઘ, 6) અશ્વિની વૈષ્ણવ, 7) પશુપતી કુમાર પારસ, 8) કિરન રિજિજૂ, 9) રાજ કુમાર સિંઘ, 10) હરદીપ સિંહ પુરી, 11) મનસુખ માંડવિયા, 12) ભૂપેન્દ્ર યાદવ, 13) પરસોત્તમ રૂપાલા, 14) અનુરાગ સિંઘ ઠાકુર, 15) કિશન રેડ્ડી, 16) પંકજ ચૌધરી, 17) સત્યપાલ સિંઘ બઘેલ, 18) રાજીવ ચંદ્રશેખર, 19) સુશ્રી સોભા કરનદાલજે, 20) અનુપ્રિયા પટેલ, 21) ભાનુ પ્રતાપ સિંઘ વર્મા, 22) દર્શના જરદોશ, 23) મિનાક્ષી લેખી, 24), અન્નપૂર્ણા દેવી, 25) એ.નારાયણસ્વામી, 26) કૌશલ કિશોર, 27) અજય ભટ્ટ, 28) બીએલ વર્મા, 29) અજય કુમાર, 30), ચૌહાણ દેવુસિંહ, 31) ભગવથ કુબા, 32) કપીલ પાટીલ, 33) પ્રતિમા ભૌમિક, 34) સુભાસ સરકાર, 35) ભગવત કિષ્ણરાઓ કર્નાદ, 36) રાજકુમાર સિંઘ, 37) ભારતી પવાર, 38) બિશ્વેશ્વર તુડુ, 39) શાંતનુ ઠાકુર, 40), જોન બરલા, 41) એલ.મુરુગન, 42), નિશિથ પ્રામાણિક, 43) મહેન્દ્ર મુંજપરા
ગુજરાતના આ પાંચ નેતા બનશે મંત્રી
ગુજરાતમાંથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને પ્રમોશન આપીને મોટી જવાબદારી સોપવામાં આવી શકે છે. જ્યારે ગુજરાતના સાંસદ દર્શના જરદોશ (સુરત), મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર) અને દેવુસિંહ ચૌહાણ (ખેડા)ને રાજ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાને મળી શકે છે મહત્વની જવાબદારી
સિંધિયાને મધ્ય પ્રદેશમાં ભાજપને સત્તામાં લાવવાનું ઇનામ આપવામાં આવી શકે છે, તેમણે માત્ર કોંગ્રેસ જ નથી છોડી પણ પોતાના નજીકના મિત્ર રાહુલ ગાંધીનો પણ સાથ છોડી દીધો છે. સાથે 22 ધારાસભ્ય પણ લાવ્યા હતા અને જેનાથી રાજ્યમાં ભાજપની સરકાર બની હતી. સિંધિયાનું મોદી કેબિનેટમાં સામેલ થવુ ઐતિહાસિક હશે. તે પોતાની દાદી રાજમાતા વિજયારાજે સિંધિયાના પગલે ચાલી રહ્યા છે.
આ રીતે હશે નવું મંત્રી મંડળ
“૧૧ મહિલા પ્રધાનો (૬ કેબીનેટ કક્ષા)
પ્રધાનોની એવરેજ ઉંમર ૫૮ વર્ષ
૧૪ પ્રધાનો ૫૦ વર્ષની નીચેના (૬ કેબીનેટમાં)
૫ પછાત વર્ગના પ્રધાનો (૩ કેબીનેટ)
૨૭ ઓબીસી પ્રધાન (૫ કેબીનેટમાં)
૧૨ એસસી પ્રધાનો (૨ કેબીનેટ કક્ષા)
૮ એસટી પ્રધાનો (કેબીનેટ કક્ષા)”
સર્વાનંદ સોનોવાલ 2014માં પણ મોદી ટીમનો ભાગ રહ્યા
આસામના પૂર્વ મુખ્યમંત્રી સોનોવાલે હેમંત બિસ્વ સરમાના મુખ્યમંત્રી બનવાનો રસ્તો સ્પષ્ટ કર્યો છે. સોનોવાલના મોદી સાથે સબંધ સારા છે. આસામના મુખ્યમંત્રી બન્યા પહેલા તે 2014માં મોદી કેબિનેટમાં હતા, તેમણે રમત અને યુવા મંત્રાલય આપવામાં આવ્યો હતો.”