August 10, 2026
ગુજરાત

એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ ને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી બંધ કરતા મહિલાઓ ના પરિવારો ઉપર આભ તૂટ્યું, હોસ્પિટલ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગર ની જાણીતી એપોલો હોસ્પિટલ (ભાટ) ખાતે કાયમી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને એકાએક નોકરીમાંથી દૂર કરાતા આ અંગેની ફરિયાદ શ્રમ વિભાગને કરવામાં આવી છે. અને આજે શ્રમ વિભાગના એક લેબર અધિકારીએ એપોલોની વિઝિટ કરીને ફરિયાદ અંગેની હકીકતો મેળવી હતી.

તો આ સફાઇ કર્મચારીઓએ હોસ્પિટલ સત્તાવાળાઓની સામે કામદાર એક રક્ષક યુનિયનના પ્રમુખ શ્રી સત્યવાન આદિશ્વર તથા માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ ધરણાં દેખાવો યોજીને રામધૂન પણ બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો,.

આ કર્મીઓ છેલ્લાં ૨૦ વર્ષથી આ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને તેમનું પીએફ પણ કપાય છે. હોસ્પિટલ દ્વારા તેમના પગાર પહેલા ૧૮ હજારમાંથી ઘટાડો કરીને ૧૩૫૦૦ હજાર કર્યા અને છેવટે ૧૦ હજાર કર્યા તો પણ આ કર્મીઓ ખૂબ જ ગરીબ અને પછાત વર્ગના હોવાથી કામ કરતાં હતા. તેમ છતાં હવે તેમને ફરજમાંથી દૂર કરાતા તેઓ રસ્તે રઝળતા થઇ ગયા છે અને આ કર્મીઓએ કોરોના કાળમાં હોસ્પિટલમાં જીવના જોખમે પોતાની ફરજ બજાવીને હોસ્પિટલની સેવાને મુશ્કેલીમાં મૂકી નથી.

હોસ્પિટલ દ્વારા તેમના પ્રત્યે કૂર્ર ભેદભાવ અને અન્યાય રાખીને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યાં તે અન્યાયકારી પગલુ છે. હોસ્પિટલ સત્તાવાળાઓને અમારી વિનંતી છે કે તેમને નોકરીમાં પરત લઇને તેમની સાથે ન્યાય કરે નહીંતર હોસ્પિટલની સામે આંદોલન કરવામી ફરજ પડશે અને તેની તમામ જવાબદારી એપોલોની રહેશે.

Related posts

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

જાણો આજે ક્યાં મંત્રીને કઇ જવાબદારી ક્યુ ખાતુ ફાળવવામાં આવ્યું

Ahmedabad Samay

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો