ગોંડલમાં મોબાઈલ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ: પોલીસે ૧ લાખથી વધુની કિંમતના મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત કર્યા રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે. લોકો ટૂંક સમયમાં માલામાલ થવા અને પૈસા કમાવવા ખોટા રસ્તે જઈ રહ્યા છે અને ચોરી લૂંટ ચલાવી ગેર કાનૂની કામ કરી રહ્યા છે. અને ગુનેગારને જાણે કાયદા વ્યવસ્થાની કોઈ બીક રહી જ નથી તેમ ગુનેગાર ગુનો આચરી રહ્યો છે. રાજકોટ અને આજુબાજુના ગામમાં ચોરીના બનાવ વધતા જઈ રહ્યા છે. ગુનેગારને જાણે પોલીસનો ડર ન હોય અને તેમને જાણે ખ્યુલું મેદાન મળી ગયું હોય તેમ ચોરી કરી રહ્યા છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટના ગોંડલ તાલુકામાં ચોરી કરેલ મોબાઇલ . ચાર શખ્સો ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર રાજકોટના ગોંડલ ગામમાં ચરખડી પાસે પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળતી બાતમીના આધારે ચાર શખ્શોની પૂછતાછ કરતાં તેમની પાસેથી ચોરી કરેલ ૧૫ મોબાઈલ ઝડપાયા હતા. પોલીસે ચારેય ચોરની અટકાયત કરી ૧૫ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા અને કુલ મળીને ૧ લાખ ૬૬ હજારનો મદ્દામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.