September 27, 2026
ગુજરાત

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદ મુદ્દે રાહત કમિશનરે  નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા ૪૫થી વધુ લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે આશરે ૫૭ ગામનો સંપર્ક વિહોણા થયા છે.

તેમજ સૌરાષ્ટ્રના ૩૫૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત આશરે ૨૦૯ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ ૧૩ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે મુખ્યપ્રધાન, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે. બચાવ અને રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા છે. તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવ્યા છે.

Related posts

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો