‘પુષ્પા 2’ એ દુનિયાભરમાં પોતાનો જાદુ ફેલાવ્યો છે અને તે દિવસેને દિવસે ભારતીય ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે. જ્યારે ભારતમાં આજે આ ફિલ્મ રૂ. 600 કરોડના ક્લબમાં રોયલ એન્ટ્રી લેવા માટે તૈયાર છે, ત્યારે તેનું વિશ્વવ્યાપી કલેક્શન પણ રૂ. 800 કરોડને પાર કરી ગયું છે.
‘પુષ્પા ધ રાઇઝ’ના ત્રણ વર્ષ પછી, સુકુમાર તેની સિક્વલ ‘પુષ્પા 2 ધ રૂલ’ લઈને આવ્યા છે જેણે આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યો હતો. પહેલા જ દિવસે ‘પુષ્પા 2’ એ વિશ્વભરમાં સૌથી મોટી ઓપનિંગ સાથે ભારતીય ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો હતો. અત્યારે પણ, ‘પુષ્પા 2’ દિવસેને દિવસે તેના કલેક્શન સાથે નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહી છે.
સેકનિલ્કના ડેટા અનુસાર, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલની ફિલ્મ ‘પુષ્પા 2’ એ માત્ર ચાર દિવસમાં જ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 800 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. પાંચમા દિવસના કલેક્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં લગભગ 880 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
‘પુષ્પા 2’નું નિર્માણ કરનાર પ્રોડક્શન હાઉસ Mythri Movie Makers એ પણ સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મના નવા રેકોર્ડ પર ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે કેવી રીતે ‘પુષ્પા 2’ ચાર દિવસમાં રૂ. 829 કરોડના કલેક્શન સાથે વિશ્વભરમાં રૂ. 800 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બની છે.
‘પુષ્પા 2’ એ વિશ્વવ્યાપી કલેક્શન સાથે આ મોટા રેકોર્ડ તોડી નાખ્યા માત્ર 4 દિવસમાં વિશ્વભરમાં રૂ. 800 કરોડને પાર કરનારી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બે અલગ-અલગ દિવસોમાં રૂ. 70 કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ પ્રથમ 3 દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ હાંસલ કરી