વેબ સિરીઝ મિરઝાપુરના બંને ભાગ દર્શકોને ખુબ ગમ્યા છે. હવે ત્રીજી સિરીઝ પણ બનશે એ ચોક્કસ છે. કારણ કે બીજી સિરીઝ જ્યાં ખતમ થાય છે ત્યાં કાલીનભૈયાના પાત્રને જીવીત રાખી દેવાયું છે. જો કે ચર્ચા છે કે મુન્ના ત્રિપાઠીનું પાત્ર પણ દર્શકોને ખુબ ગમ્યું હોઇઆ પાત્ર પણ સિઝન ત્રણમાં ફરીથી એન્ટ્રી કરી શકે તેમ છે. દિવ્યેન્દુ શર્માએ મુન્નાનું પાત્ર ભજવ્યું છે.
દિવ્યેન્દુએ જ જણાવ્યું હતું કે દુનિયામાં માત્ર બે ટકા લોકો જ એવા હોય છે જેનું દિલ જમણી તરફ હોય છે. સિરીઝમાં દેખાડાયુ છે કે મુન્નો પોતાને અમર ગણે છે. ગોલુ જ્યારે તેને ગોળી મારે છે ત્યારે ડાબી બાજુ પિસ્તોલ હોય છે. આ જોતાં મુન્ના ત્રિપાઠીને દિલમાં ગોળી નથી લાગી. આથી આ પાત્ર બચી જઇ શકે છે અને પાછુ ત્રીજી સિઝન બને તો તેમાં આવી શકે તેમ છે.