September 22, 2026
દુનિયા

ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ રશિયાને યુક્રેન સામે લડવા માટે મદદ કરવા એક લાખ સૈનિકો મોકલશે

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે તેવા કોઈ સંકેતો લાગતા નથી. ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ રશિયાને યુક્રેન સામે લડવા માટે મદદ કરવા એક લાખ સૈનિકો મોકલશે. તેના બદલામાં રશિયાએ તેને મિસાઇલ ટેકનોલોજી આપી હોવાનું મનાય છે. કિમ જોંગે તાજેતરમાં મધ્યમ અંતરના હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ તે પૂર્ણપણે રશિયાની મદદથી કર્યુ હોવાનું મનાય છે.
આ પહેલા ઉત્તર કોરિયા યુક્રેન સામે લડવા રશિયાને મદદ કરવા દસ હજાર સૈનિકો મોકલી ચૂકયુ છે, હવે તે તેનાથી દસ ગણા વધારે એટલે કે એક લાખ સૈનિકો તે રશિયા મોકલશે. આમ રશિયા કિમ જોંગને અત્યંત સંવેદનશીલ ડિફેન્સ ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે ઉત્તર કોરિયાના આ પગલાંથી પૂર્વ એશિયામાં તણાવ વધી શકે છે. તેનું કારણ એ છે કે ટેકનોલોજી હાંસલ કરવા માટે કિમ જોંગ યુક્રેન ફક્ત સૈનિકોજ નહી કરે, પરંતુ રશિયાની મદદથી તેના લશ્કરનું આધુનિકીકરણ પણ કરશે.
તેનાથી દક્ષિણ કોરિયા, જાપાન અને અમેરિકા માટે ભયજનક સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ કોરિયાને લઈને આમ પણ કિમ જોંગના ઇરાદા સારા રહ્યા નથી.

Related posts

તાલિબાને કબજો મેળવ્‍યા પછી કાબુલમાં મૃત્‍યુદંડની ૧૧મી સજા, પરિવારના ૧૩ સભ્‍યોની હત્‍યા કરનારાની ૧૩ વર્ષના બાળકે જાહેરમાં આપી સજા

Ahmedabad Samay

ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વિશ્વના લોકપ્રિય નેતાઓના લીસ્ટમાં સૌથી ઉપર

Ahmedabad Samay

ઈરાનમાં વર્તમાનમાં ફાટી નીકળેલી અરાજકતા માટે ઓપરેશન સ્વદેશ શરૂ, આજે પહેલી ફ્લાઇટ આવશે ઈરાન

Ahmedabad Samay

ઇઝરાયલના નેવાતિમમાં મહારાજા દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો