મહાકુંભમાં સાત ફૂટ ઊંચાઈ ચહેરા પર હાસ્યને લઈને ફરતા બાબા જોવા મળ્યા છે , કુંભના મેળામાં ભક્તો બાબાને જોતા ફરીથી જોવા માટે ખુદને રોકી શકતા નથી. આ બાબાએ પોતાના ચહેરાના તેજના કારણે, પોતાની ફિટ બોડીના કારણે ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યા છીએ, જૂના અખાડાના સભ્ય આત્મા પ્રેમ ગિરીની. આ પાયલોટ બાબાના અનુયાયી રહી ચૂકયા છે અને હાલમાં મહાકુંભમાં ફરતા દેખાઈ રહ્યા છે.
આત્મા પ્રેમ ગિરી હકીકતમાં રશિયાના રહેવાસી છે. વ્યવસાયે તેઓ ટીચર છે, પણ સનાતન ધર્મમાં તેઓ એવા ખોવાઈ ગયા કે ત્રણ વર્ષથી તેઓ નેપાળમાં રહીને હિંદુ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ વર્ષે મહાકુંભ પર તેઓ પ્રયાગરાજ આવ્યા છે, જ્યાં લોકો તેમના ચહેરાનું તેજ જોઈ આકર્ષિત થઈ રહ્યા છે. કેટલાય લોકો તેમને પરશુરામનો અવતાર માની રહ્યા છે. પોતાના ચહેરાના તેજ ઉપરાંત ફૌલાદી શરીરના કારણે પણ તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે.
આત્મા પ્રેમ ગિરી ન ફક્ત પૂજા પાઠમાં લીન રહે છે, પણ તેમને જિમનો પણ શોખ છે. દરરોજ તેઓ કલાકો સુધી એક્સરસાઇઝ પણ કરે છે. તેમના ફિઝિકનું આ પણ એક મોટું રહસ્ય છે. મહાકુંભમાં ફરતા જ્યારે લોકોની નજર તેમના પર ગઈ તો તેમના તેજથી આકર્ષિત થયા વિના રહી શકયા નહીં. સોશિયલ મીડિયા પર આ ફૌલાદી બાબાની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.