September 8, 2024
ધર્મ

હરિયાળી તીજ પર ભગવાન વિષ્ણુની પૂજા કરો, મનોકામના પૂર્ણ થશે! જાણો રીત અને તારીખ

પંચાંગ અનુસાર, સાવન મહિનાના શુક્ષપક્ષની તૃતીયા તિથિ એટલે કે 18 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રે 08:01 વાગ્યે શરૂ થશે. આ તારીખ 19 ઓગસ્ટ, 2023ના રોજ રાત્રે 10:19 વાગ્યે સમાપ્ત થશે. ઘણી જગ્યાએ હરિયાળી તીજને કાજલી તીજના નામથી પણ ઊજવવામાં આવે છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ ખાસ દિવસે વ્રત કરવામાં આવે છે. હરિયાળી તીજનો સવારનો સમય 07.47થી 09.22 સુધીનો છે. બપોરના મુહૂર્તની વાત કરીએ તો તે બપોરે 12.32થી 02.07 સુધીનો છે. જો સાંજના મુહૂર્તની વાત કરીએ તો તે સાંજના 06.52થી રાત્રે 07.15 સુધી છે. તેમ જ રાત્રિનું મુહૂર્ત 12.10થી 12.55 સુધીનું છે.

હરિયાળી તીજ પર આ મંત્રનો કરો જાપ 

હરિયાળી તીજ પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જો કોઈ મહિલા આ તહેવાર પર ઉપવાસ કરે છે, તો પૂજા કરતી વખતે, ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ નમો નારાયણાય આ બે મંત્રનો જાપ કરી શકે છે. જો કોઈ આવું કરે છે તો ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે. બ્રાહ્મણની સાથે સદાચારી બ્રાહ્મણને ભોજન આપ્યા પછી, તેને દક્ષિણા, દ્રવ્ય અને વસ્ત્રભૂષણાદી સાથે વિદાય આપો.

પરિણીત મહિલાઓ હાથ પર મહેંદી લગાવે છે

મોટાભાગે પરિણીત યુવતીઓ તેમના પિયરે શ્રાવણી તીજ ઉજવે છે. આ શુભ દિવસે દીકરીઓને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને મોકલવામાં આવે છે. સુહાગીને સાસુના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવે છે. હરિયારી તીજ પર મહિલાઓ મહેંદી લગાવે છે, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે રાજપૂતો જયપુરમાં લાલ રંગના વસ્ત્રો પહેરે છે અને પાર્વતીજીની સવારી ધામધૂમથી કાઢવામાં આવે છે.

Related posts

શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

મંગળવારના દિવસે કરો પીપળાના 11 પાનનો આ ઉપાય, બદલાઈ શકે છે જીવન

Ahmedabad Samay

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા 

Ahmedabad Samay

ગરુડ પુરાણ: જો તમને રોજ આ વસ્તુઓ દેખાય છે તો સમજી લો કે જીવનમાં મળશે શુભ ફળ 

Ahmedabad Samay

અમાસથી લઈને રથયાત્રા અને દેવશયની એકાદશી સુધી, અહીં જાણો જૂન મહિનાના ઉપવાસ અને તહેવારો

Ahmedabad Samay

રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો