November 14, 2025
Other

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ખળભળાટ મચ્‍યો છે. PCR ગાડીમાં ઇન્‍ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને ૩૦,૦૦૦ રોકડ મળી આવ્‍યા છે. PCR ગાડીના ઇન્‍ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે નરોડા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બે બોટલ વિદેશી દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની હકિકત સામે આવી છે.

નરોડા પોલીસ સ્‍ટેશનની હદમાં આવતાં મુઠીયા ગામમાં અસમાજિક તત્‍વો, બુટલેગરએ સ્‍થાનિક પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. ત્‍યારે ડીસીપીના કડક આદેશ બાદ નરોડા પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પી.આઈએ બુધવારની રાત્રે કોમ્‍બિંગ હાથ ધર્યું હતું. જેમાં લીસ્‍ટેડ બુટલેગર તથા ઘણાખરાં ટપોરીઓના રહેણાક વિસ્‍તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્‍યારે ખુદ નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી જ દારૂ મળી આવતા ઇન્‍ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે કાર્યવાહી કરવામા આવી છે.”

Related posts

મંગળ મજબૂત લાભ આપશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે; ભાઈ-બહેન સાથે થઈ શકે છે વિવાદ

Ahmedabad Samay

ભારત અને ઇંગ્લેન્ડ T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

Ahmedabad Samay

કતલ ખાને લઈ જવાતા ૭ પાળિયા ( ભેંસો ) મહિન્દ્રા બોલેરોમાં ભરેલી હોય ની બાતમી આધારે VHP, બજરંગદળ દ્વારા પકડી પાડ્યા

Ahmedabad Samay

આ વખતે કોંગ્રેસના ‘ચાણક્ય’ અશોક ગેહલોતની ચતુરાઈના કારણે ભાજપનું મિશન 25 અધૂરું રહી શકે છે.

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો