આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને ઉજવવા માટે અયોધ્યા આધ્યાત્મિકતા અને આનંદના રંગમાં ડૂબી ગઈ છે. આ પ્રસંગ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા હિંદુ કેલેન્ડરના આધારે ૧૧ જાન્યુઆરીએ ઁપ્રતિષ્ઠા દ્વાદશીઁ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
૧૧ જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠા દ્વાદશી નિમિત્તે , રામ મંદિરના પૂજારીઓએ મંદિરના પરિસરની અંદર આવેલા યજ્ઞ મંડપમાં અગ્નિહોત્ર કર્યું. સમારોહમાં શ્રી રામ મંત્રના છ લાખ પાઠ અને રામ રક્ષા સ્તોત્ર અને હનુમાન ચાલીસાના પાઠ પણ સામેલ હતા.અન્ય એક કાર્યક્રમમાં આ પ્રસંગે સાંસ્કળતિક અને આધ્યાત્મિક ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. શ્રી રામ રાગ સેવામાં ભગવાન રામની સ્તુતિમાં ભજન, રાગ અને કીર્તનનો સમાવેશ થતો હતો.
આ કાર્યક્રમમાં ગોસ્વામી તુલસીદાસની વિનય પત્રિકાના શ્લોક શ્રી રામ સ્તુતિ શ્લોકનું પઠન પણ સામેલ હતું. આ પ્રસંગે અયોધ્યા રામ મંદિરમાં અન્ય કાર્યક્રમોમાં રામચરિતમાનસના સંગીતમય પઠનનો સમાવેશ થાય છે.દિવસે રામકથા અને રામચરિતમાનસ પર પ્રવચન પણ યોજાયા હતા. નળત્ય અને ગીતના પ્રદર્શન સહિતના સાંસ્કળતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. દિવસભર ભક્તોમાં શ્રી રામ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠા દ્વાદશી મહોત્સવ ૧૧ જાન્યુઆરીથી શરૂ થયો હતો અને ૧૩ જાન્યુઆરીએ સંપન્ન થયું હતું.
મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે પૂર્ણ થયેલ તમામ કામ 15 દિવસમાં કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ટ્રસ્ટને સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે માર્ચ સુધીમાં પહેલા માળે રામ દરબારની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. બીજા માળના ગર્ભગૃહમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રામાયણ રાખવામાં આવશે.
15 ફેબ્રુઆરી સુધીમાં બનાવવામાં આવશે
નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે જયપુરમાં રામ મંદિર, પરકોટા અને સંકુલના સપ્તર્ષિ મંદિરોની મૂર્તિઓનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે મુખ્ય મંદિરના પહેલા માળે સ્થાપિત થનારી ‘રામ દરબાર’ની મૂર્તિઓ 15 ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જશે. માર્ચ સુધીમાં રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. આ સાથે જયપુરમાં બાકીના 7 મંદિરોની મૂર્તિઓ, પાર્કમાં 6 મંદિરોની મૂર્તિઓ, PFCમાં સ્થાપિત ગોસ્વામી તુલસીદાસજીની પ્રતિમાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.