ક્રાઇમમાં હાલ અવનવી ટેક્નિકથી પૈસા પડાવાની ચાલબાજ અપરાધિઓ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલા ફોન કરી ઝાળમાં ફસાવી OTP મેળવી પૈસા એઠતા હતા પરંતુ તેની સતર્કતા આવતા હવે નવી ટ્રિક અજમાવી છે.
થોડા સમય પહેલા એરફોર્સના એક ઓફિસરનો ફેસબુક એકાઉન્ટ હેક કરી તેમના ફોટાનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ બનાવી ફેસબુક મેસેન્જર દ્વારા તેમના મિત્રો અને પરિવાર જનો પાસે પૈસાની માંગણી કરી હતી.
જ્યારે આજ રોજ સોશ્યિલ મીડિયા માં કરણી સેના ના ગુજરાત અધ્યક્ષ જે .પી .જાડેજા નુ ખોટું એકાઉન્ટ બનાવી તેમના મિત્રો અને પરિવાર જનોને તેમના સમ્પર્ક માં જેટલા પણ લોકો છે તેમના પાસેથી પૈસા ની માંગ કરી ગૂગલ પે કરવા અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવે છે, આ વાતની જાણ થતાં અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમ માં ફરિયાદ કરાઈ છે.