August 7, 2026
ગુજરાત

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

તા.૧મે થી ૮મે સુધીની આગાહી કરી છે જે આ મુજબ છે. પવનની દિશા અને ગતિઃ મુખ્‍યત્‍વે પヘમિી પવનો રહેવાની શકયતા. કેટલાક દિવસોમાં વાતાવરણમાં અસ્‍થિરતા હોવાને કારણે પવનની દિશામાં અસ્‍થિરતા જોવા મળી શકે છે. પવનની ગતિઃ ૧૦-૧૫ કિ.મી., જ્‍યારે ઝાટકા ના પવનો ૨૦-૩૫ કિ.મી. સુધી રહેશે. વાતાવરણમાં વધુ અસ્‍થિરતા ધરાવતાં દિવસોમાં ઝાટકા ના પવનો ૪૦ થી ૫૦ કિ.મી. સુધી ફૂંકાશે.

ભેજની સ્‍થિતિઃ તા.૩ થી ૮ મે દરમિયાન કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં રાત્રિ અને વહેલી સવારે ઉંચો ભેજ રહેવાની શકયતા છે.

કમોસમી વરસાદ તા.૬ થી ૮ મે દરમિયાન કમોસમી વરસાદ ની શકયતા છે. વિવિધ હવામાન સિસ્‍ટમોના પરસ્‍પર અસરને કારણે હાલ વરસાદ વિશે નોંધપાત્ર અનિヘતિતા છે. ફરી અપડેટ આગામી દિવસોમાં આપવામાં આવશે.

આકાશની સ્‍થિતિ તા.૩ મે સુધી મુખ્‍યત્‍વે આકાશ સ્‍પષ્ટ રહેવાની શકયતા. ૪ અને ૫ મેના દિવસે વિખરાયેલા વાદળો જોવા મળી શકે છે.૬ થી ૮ મે દરમિયાન વાદળ આવરણ વધશે તેવી શકયતા છે.

તાપમાનની પ્રવળત્તિ હાલનું સામાન્‍ય મહત્તમ તાપમાનઃ ગુજરાતના મોટાભાગના કેન્‍દ્રોઃ ૪૧.૫ ડીગ્રી, ડીસાઃ ૪૦.૭ ડીગ્રી, ભુજઃ૪૦.૧ ડીગ્રી, અમરેલીઃ ૪૨.૦ ડીગ્રી

આગાહી સમય દરમ્‍યાન અંદાજિત મહત્તમ તાપમાન રેન્‍જઃ ૧-૨ મેઃ ૪૨.૫ ડીગ્રી થી ૪૪.૫ડીગ્રી, ૩-૪ મેઃ ૪૦ડીગ્રી થી ૪૩ડીગ્રી (તાપમાનમાં ધીમો ઘટાડો) ૫-૮ મેઃ ૩૮.૫ ડીગ્રી થી ૪૧.૫ ડીગ્રી સામાન્‍ય કે સામાન્‍ય કરતાં ઓછું રહેશે.

હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી – NCRના ઘણા વિસ્તારોમાં 3 મેથી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે વરસાદી વાદળો આ વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહેલા વરસાદી વાદળો આવતા અઠવાડિયે અચાનક ભારે વરસાદ અને જોરદાર પવન લાવી શકે છે. બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી તીવ્ર ગરમીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રને પણ 6 અને 7 મેના રોજ થોડી રાહત મળવાની શક્યતા છે,

 

Related posts

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૩ મહિનામાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ થયા

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

ઓગસ્ટ માસ થી બાઈક અને કાર થશે સસ્તી, વીમા ના પૈસામાં થશે બચત:ભાવિન પટેલ ( ઇન્સ્યોરન્સ એડવાઇઝર)

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી ના દાવા પડ્યા ખોટા,અમદાવાદ સમય ની જાચ પડતાલમાં પકડાયું સરકારનું જુઠાણું

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો