શહેરના આનંદનગર ખાતેના રેડિયોમિર્ચી ટાવર સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવ ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની ટીમ 15 ફાયર ફાયટરો સાથે સ્થળ ઉપર દોડી જઇ આગ ઉપર જોરદાર પાણી નો મારો ચલાવી આગ ને કાબૂમાં લીધી હતી અહીં આવેલા લગભગ 100માંથી 25 ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા બનાવ ની ગંભીરતા જોઈ આખો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો ,સદનસીબે જાનહાની થઇ નથી.
પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવ્યા છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા સફળ થયા હતા.