September 22, 2026
ગુજરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ.૧૦ બોર્ડનું કાલે વેબસાઇટ પર પરિણામ થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જાહેર કરતા જણાવ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ http://www.gseb.org પર તારીખ ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૫ના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Related posts

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

Ahmedabad Samay

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

કાલે પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થશે

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો