September 22, 2026
દેશ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) નું રિજલ્ટ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) એ આજે, ૧૩ મે, ૨૦૨૫ ના રોજ ધોરણ ૧૨ ના પરિણામો જાહેર કરી દીધા છે. આ વર્ષે કુલ ૮૭.૯૮% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે, જે ગયા વર્ષના ૮૭.૩૩% કરતા ૦.૬૫% વધારે છે. આ વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ની પરીક્ષાઓમાં ૪૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, અને હવે બધાની નજર બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ટકેલી છે. વિદ્યાર્થીઓ https://www.cbse.gov.in/ પર જઈને તેમના માર્ક્સ જોઈ શકે છે. પરિણામ લિંક cbseresults.nic.in, https://results.cbse.nic.in/ અને https://cbse.gov.in/ પર ઉપલબ્ધ થશે. આ વર્ષે સીબીએસઈ ધોરણ ૧૨ ની પરીક્ષા માટે ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના:
જે વિદ્યાર્થીઓ સીબીએસઈ ૧૨ મી પરીક્ષા ૨૦૨૫ માં હાજર રહ્યા હતા, તેઓને વિનંતી છે કે તેઓ ધીરજ રાખે અને નીચેની વિગતો પોતાની પાસે તૈયાર રાખે:
* રોલ નંબર
* શાળા કોડ
* એડમિટ કાર્ડ પર અંકિત અન્ય વિગતો
પરિણામ ક્યાં જોઈ શકાય?
વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા પરિણામ નીચેની સત્તાવાર વેબસાઇટ્સ પર જોઈ શકશે:
* cbseresults.nic.in
* results.cbse.nic.in
* digilocker.gov.in
ડિજિલોકર પર વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ, પાસ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકે છે. આખી પ્રક્રિયા સુરક્ષિત અને સરળ છે:
* ડિજિલોકર એપ ડાઉનલોડ કરો અથવા www.digilocker.gov.in પર જાઓ.
* જો પહેલેથી એકાઉન્ટ ન હોય, તો મોબાઇલ નંબરથી સાઇન અપ કરો.
* ઓટીપી દાખલ કરીને તમારું ખાતું વેરિફાઇ કરો.
* જે વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ લિંક છે, તેઓ UIDAI થી લોગ ઇન કરી શકે છે.
* લોગિન કર્યા પછી ‘Issued Documents’ વિભાગમાં જાઓ.
* Central Board of Secondary Education પસંદ કરો.
* ધોરણ (૧૦ અથવા ૧૨), પરીક્ષા વર્ષ (૨૦૨૫), રોલ નંબર, શાળા કોડ અને જન્મ તારીખ દાખલ કરો

Related posts

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 માં આજે લોકશાહીનો સાચો ઉત્સવ જોવા મળ્યો

Ahmedabad Samay

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay

દેશની આ હસ્તીઓને થયો કોરોના, તમે પણ ચેતી જજો

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પ્રથમ સ્‍વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સોંપ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો